રક્ષા મંત્રી News

સુરતમાં બનેલી કે9 વજ્ર ટેન્કને રાજનાથ સિંહે ભારતીય સેનાને અર્પણ કરી
રક્ષામંત્રી રાજનાથ સિંહ સુરતની મુલાકાતે છે. રાજનાથ સિંહે 51મી કે9 વજ્ર ટેન્કના ફ્લેગ ઓફ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સુરત શહેર માટે ગર્વની વાત છે કે ડિફેન્સની સૌથી મોટી ડીલ તે પણ ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ સુરતના હજીરા ખાતે આવેલા L&T પ્લાન્ટમાં તૈયાર થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અતિ મહત્વાકાંક્ષી યોજના ‘મેક ઇન ઇન્ડિયા’ને પ્રોત્સાહન આપતી આર્મી ટેન્ક સુરત L&T પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવી રહી છે. ઇન્ડિયન મિલિટ્રીને અર્પણ કરતાં પહેલા વર્ષ 2019માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હજીરા ખાતે આવ્યા હતા અને આ ટેન્કનું લોકાર્પણ કર્યું હતું. કુલ 51 જેટલી કે-9 વજ્ર હોવિત્ઝર ગન(ટેન્ક) નાણા મંત્રીએ રાષ્ટ્રને અર્પણ કરી છે.
Jan 16,2020, 14:33 PM IST
દિવાલ પર સોનિયા ગાંધીની તસવીર જોઈને ભડક્યા હતા જ્યોર્જ ફર્નાન્ડીઝ
 વર્ષ 2011માં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, તે સમયે પૂર્વ રક્ષા મંત્રી અને જનતા દળ યુનાઈટેડના નેતા જ્યોર્જ ફર્નાન્ડીઝ સક્રિય રાજનીતિનો ભાગ રહ્યા હતા. તે સમયે દિલ્હીના કોસ્ટીટ્યુટશનલ ક્લબમાં થયેલ કાર્યક્રમમાં પહોંચેલા જ્યોર્જ ફર્નાન્ડીઝ દિવાલ પર લાગેલી સોનિયા ગાંધીની તસવીર જોઈને ભડકી ગયા હતા. તેઓ એટલી હદે ભડક્યા કે, નહેરુ ખાનદાને લૂટેરું ગણાવ્યા હતા. મીડિયા રિપોર્ટસ મુજબ, તે સમયે જ્યોર્જ ફર્નાન્ડીઝે કહ્યું કે, મને લાગે છે કે, કોઈ ગુલામે આ કામ કર્યું છે. શું આ લોકોએ દેશને ખરીદી લીધો છે. શું નહેરુ ખાનદાન, શું ખાનદાન છે, લૂંટપાટવાળો... આ તસવીરને અહીંથી હટાવી લેવી જોઈએ. કયા આધાર પર આ તસવીર અહી લગાવવામાં આવી છે. તે ગોરી છે એટલા માટે.
Jan 29,2019, 11:20 AM IST

Trending news