ઘરમાં 43 ઈંચનું ટીવી હોય તો તેને જોવા માટે કેટલું દૂર બેસવું ? જાણો TVની સાઈઝ પ્રમાણે કેટલું અંતર રાખવું જરૂરી

TV Size And Distance: શોખના ચક્કરમાં લોકો ટીવી ખરીદવામાં કેટલીક ભૂલ કરે છે. સૌથી સામાન્ય ભુલ તો એ છે કે રૂમની જગ્યા નાની હોવા છતાં મોટી સાઈઝનું ટીવી લગાવવામાં આવે છે. જેનાથી ઘણું નુકસાન સહન કરવું પડે છે. ટીવીની સાઈઝ પ્રમાણે તેને યોગ્ય અંતરમાં રાખવું જરૂરી હોય છે. 

ઘરમાં 43 ઈંચનું ટીવી હોય તો તેને જોવા માટે કેટલું દૂર બેસવું ? જાણો TVની સાઈઝ પ્રમાણે કેટલું અંતર રાખવું જરૂરી

TV Size And Distance: દરેક લોકોના ઘરમાં ટીવી હોય છે. લોકો શોખ અને પોતાના બજેટ પ્રમાણે મોટી સાઈઝનું ટીવી ખરીદતા હોય છે. કેટલાક લોકો 32 ઈંચનું ટીવી ખરીદે છે, તો કેટલાક લોકો 50 ઈંચનું ટીવી ખરીદે છે. પરંતુ શોખના ચક્કરમાં લોકો ટીવી ખરીદવામાં કેટલીક ભૂલ કરે છે. સૌથી સામાન્ય ભુલ તો એ છે કે રૂમની જગ્યા નાની હોવા છતાં મોટી સાઈઝનું ટીવી લગાવવામાં આવે છે. જેનાથી ઘણું નુકસાન સહન કરવું પડે છે. ટીવીની સાઈઝ પ્રમાણે તેને યોગ્ય અંતરમાં રાખવું જરૂરી હોય છે. 

આ પણ વાંચો:

જાપાનની ટીવી ઉત્પાદક કંપની સોનીની વેબસાઈટ અનુસાર, ટીવી જોવા માટે સ્ટાન્ડર્ડ ડેફિનેશન બનાવવામાં આવી છે. જેમાં ટીવીની સાઈઝ અને તેને જોવામાં કેટલું અંતર રાખવું તે જણાવવામાં આવ્યું છે. આ નિયમો અનુસાર તમારા ટીવીની સાઈઝ ગમે તેટલી હોય, તેને જોતી વખતે ટીવી અને તમારી વચ્ચે અંતર લગભગ 6 ગણું હોવું જોઈએ. ચાલો તમને જણાવીએ કેટલા ઈંચનું ટીવી હોય તો તેને કેટલા અંતરથી જોવું જોઈએ.

1. જો તમારું ટીવી 24 ઇંચનું છે, તો તેનાથી જોવાનું અંતર ઓછામાં ઓછું 3 ફૂટ હોવું જોઈએ. એવું નથી કે તમે ગમે તેટલું દૂરથી ટીવી જોઈ શકો. મહત્તમ અંતર પણ ઘણું મહત્વનું છે. 24 ઇંચ ટીવી માટે તમારું મહત્તમ અંતર 5 ફૂટથી વધુ ન હોવું જોઈએ.

2.  તમારા ઘરમાં 32 ઇંચનું ટીવી છે તો તમે ઓછામાં ઓછા 6 ફૂટ અને વધુમાં વધુ 7 ફૂટના અંતરેથી જોઈ શકો છો. આ એટલા માટે છે કારણ કે, જો આપણે ટીવીને નજીકથી જોઈશું, તો તેના પિક્સેલ નાના બોક્સ તરીકે દેખાશે અને તમને ચિત્ર સ્પષ્ટ રીતે દેખાશે નહીં. આ સિવાય ટીવીમાંથી નીકળતા કિરણો તમારી આંખોને નુકસાન પહોંચાડી શકે છે.

3.  43 ઇંચનું ટીવી તમારા ઘરમાં છે તો જોનાર વ્યક્તિનું અંતર ઓછામાં ઓછું 6 ફૂટ અને 8 ફૂટથી વધુ ન હોવું જોઈએ. 

4.  જો કોઈને મોટું ટીવી જોવાનો શોખ હોય તો તેણે 50 થી 55 ઈંચનું ટીવી 10 ફૂટથી વધુ નજીકથી ન જોવું જોઈએ. એટલું જ નહીં, જો તમે આટલી મોટી વસ્તુને 12 ફૂટથી વધુ દૂરથી પણ જોશો તો મજા ડબલ થઈ જશે.

5.  જો તમે 60ની વિશાળ સ્ક્રીન ઇન્સ્ટોલ કરવા માંગતા હોય, તો પહેલા તમારા રૂમમાં બેસવાના અંતરનો અંદાજ લગાવો તે વધુ સારું રહેશે. જો તમે 9 ફૂટથી ઓછા અંતરે ટીવીને નજીકથી જોશો તો એક તો સ્પષ્ટ જોઈ શકશો નહીં અને આંખોને નુકસાન થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news