ખુશખબરી: Airtel નો ગૂગલ સાથે કરાર, માર્ચમાં લોન્ચ થશે સસ્તો સ્માર્ટફોન
Trending Photos
નવી દિલ્હી: રિલાયન્સ જિયો (Reliance Jio) બજારમાં આવ્યા પછી ટેલિકોમ કંપનીઓ પોતાના ગ્રાહકો માટે નવા-નવા પ્લાન લઇને આવી રહ્યું છે. થોડા દિવસો પહેલાં રિલાયન્સ જિયોની સાથે જ એરટેલ અને અન્ય કંપનીઓ પણ ગ્રાહકો માટે સસ્તા પ્લાન લઇને આવી છે. સસ્તા ટેરિફ પ્લાન બાદ એરટેલે જિયો ફિચર ફોન લોન્ચ કર્યો. જિયોના ફોનને પણ યૂજર્સ તરફથી જોરદાર રિસ્પોન્સ મળ્યો. હવે સૌથી મોટા સર્ચ એંજીન ગૂગલ અને એરટેલે કરાર કર્યો છે. આ કરાર હેઠળ બંને કંપનીઓ સસ્તા સ્માર્ટફોન બજારમાં ઉતારવાની તૈયારી કરી રહી છે.
માર્ચથી વેચવામાં આવશે સસ્તા સ્માર્ટફોન
ભારતીય એરટેલે મંગળવારે કહ્યું કે તેણે ભારતીય બજારમાં સસ્તા એંડ્રોઇડ ઓરિયો (ગો એડિશન) સ્માર્ટફોન લાવવા માટે ગૂગલ સાથે હાથ મિલાવ્યો છે. મુખ્ય આઇટી કંપની ગૂગલે ગત ડિસેમ્બરમાં 1 GB અને તેનાથી ઓછી રેમવાળા સ્માર્ટફોન માટે એંડ્રોઇડ ઓરિયો (ગો એડિશન) લોંચ કર્યા જે ઓપરેટિંગ સિસ્ટમ છે. એરટેલના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ કરારથી માર્ચથી તેને 'મેરા પહેલા સ્માર્ટફોન' કાર્યક્રમમાં સસ્તા સ્માર્ટફોન વેચવામાં આવશે.
ઘણી એપ પહેલાંથી ઇંસ્ટોલ હશે
મોબાઇલ કંપની લાવા અને માઇક્રોમેક્સ પહેલાં જ એંડ્રોઇડ ઓરિયા (ગો એડિશન) આધારિત 4G સ્માર્ટફોન વેચવાની ઘોષણા કરી ચૂકી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ સ્માર્ટફોનમાં માયએરટેલ, એરટેલ ટીવી તથા વિંક મ્યૂઝિક જેવી એપ પહેલાંથી જ હશે. એરટેલ પોતાના આ કાર્યક્રમ માટે અનેક હેંડસેટ કંપનીઓ સાથે એલાયન્સ કરી ચૂકી છે જેમાં તે કેશબેક તથા અન્ય પ્લાનને રજૂ કરે છે.
જલદી મળવાનું શરૂ થશે ઝેડ 50
હેંડસેટ કંપની લાવાએ મંગળવારે કહ્યું કે તેનું એંડ્રોઇડ ઓરિયા (ગો એડિશન)વાળા સ્માર્ટફોન ઝેડ 50 (Z50) આગામી મહિને એક લાખ રિટેલ વેચાણ કેંદ્રો પર ઉપલબ્ધ થશે. કંપનીએ તેની કિંમતનો ખુલાસો કર્યો નથી. એરટેલના સીએમઓ વાણી વેંકટેશે જણાવ્યું છે કે 'એંડ્રોઇડ ગો દેશના લાખો ફિચર ફોન યૂઝરને બજેટ સ્માર્ટફોનનો વિકલ્પ આપશે.'
આ પહેલાં ગૂગલ પણ કહી ચૂક્યું છે કે તેની આ ચળવળ બજેટ સ્માર્ટફોનને પ્રોત્સાહન આપશે. તાજેતરમાં જ કંપનીએ કહ્યું હતું કે તેના એંડ્રોઇડ ગો પર ચાલનનાર સ્માર્ટફોનથી મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ 2018માં પડદો ઉઠશે. અત્રે ઉલ્લેખનીય છે કે એરટેલે 'મેરા પહેલા સ્માર્ટફોન ચળવળ' ગત વર્ષે શરૂ કરી હતી. તેનો ઉદ્દેશ્ય ઓછી કિંમતવાળા 4જી સ્માર્ટફોન ઉપલબ્ધ કરાવવાનો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે