Airtel ના પ્લાનમાં થયા મોટા ફેરફાર, હવે આ રિચાર્જ પર મળશે ફ્રી Amazon Prime નું સબ્સક્રિપ્શન

Airtel Plan: જો તમે ક્રિકેટ ફેન્સ છો, તો તમારા માટે એરટેલ ઘણા શાનદાર રિચાર્જ પ્લાન લઈને આવ્યું છે. આ પ્લાનમાં ફ્રી ક્રિકેટ મેચ લાઇવ જોઈ શકાશે.

Airtel ના પ્લાનમાં થયા મોટા ફેરફાર, હવે આ રિચાર્જ પર મળશે ફ્રી  Amazon Prime નું સબ્સક્રિપ્શન

નવી દિલ્હીઃ Airtel એ પોતાના પ્લાનમાં ફેરફાર કર્યો છે. હકીકતમાં આ ફેરફાર ખાસ કરીને ક્રિકેટ ફેન્સ માટે કરવામાં આવ્યો છે. જ્યાં અત્યાર સુધી દરેક મેચનું પ્રસારણ Disney+ Hotstar પ્લેટફોર્મ પર થતું હતું. તો હવે કેટલીક મેચનું પ્રસારણ Amazon Prime પર થઈ રહ્યું છે. તેવામાં એરટેલ તરફથી કેટલાક પ્લાનની સાથે ફ્રી Amazon Prime સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. આવો જાણીએ આ પ્લાન વિશે...

Airel 2999 Plan
Airtel ના 2999 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 2જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. સાથે અનલિમિટેડ વોઇસ કોલિંગ મળે છે. આ સિવાય દરરોજ 100 ફ્રી SMS ની સુવિધા મળે છે. આ પ્લાન 1 વર્ષની વેલિડિટી સાથે આવે છે. પ્લાનમાં એક વર્ષ માટે Amazon Prime Video નું સબ્સક્રિપ્શન આપવામાં આવે છે. આ પ્લાનમાં FASTag રિચાર્જ પર 100 રૂપિયા કેશબેક ઓફર આપવામાં આવી રહી છે. 

Airtel 3359 Plan
Airtel ના 3359 રૂપિયાવાળા પ્લાનમાં દરરોજ 2.5જીબી ડેટા મળે છે. સાથે અનલિમિટેડ વોઇસ કોલિંગ આપવામાં આવી રહ્યું છે. આ સિવાય દરરોજ 100 એસએમએસ પણ મળશે. આ પ્લાન એક વર્ષ એટલે કે 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. તેમાં એક વર્ષ માટે Amazon Prime Video અને Disney+ Hotstar નું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. 

Airtel 999 Plan
એરટેલના 999 રૂપિયાવાળા પ્લાનમાં દરરોજ 2.5 જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગની સુવિધા મળે છે. સાથે દરરોજ 100 એસએમએસની સુવિધા આપવામાં આવી રહી છે. આ પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે. તેમાં Amazon Prime Video નું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. આ પ્લાન Airtel Xstream મોબાઇલ પેકની સાથે આવે છે. 

Airtel 699 Plan
એરટેલના 699 રૂપિયાવાળા પ્લાનમાં દરરોજ 3 GB ડેટા ઓફર કરવામાં આવે છે. આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગની સુવિધા મળે છે. સાથે દરરોજ 100 ફ્રી એસએમએસ આપવામાં આવે છે. આ પ્લાનની વેલિડિટી 56 દિવસની છે. તેમાં Amazon Prime Video નું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. સાથે airtel xstream નું મોબાઇલ પેક ઓફર કરવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news