Appleનું હેડક્વાર્ટર કોઈ ખુફિયા એજન્સીથી ઓછું નથી, દરેક ખૂણા પર હોય છે ઝીણવટભરી નજર

Apple Park: એપલ પાર્ક કેલિફોર્નિયામાં આવેલું છે. તે વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. આ એપલ પાર્કને ઉપરથી જુઓ તો તે ફૂટબોલના મેદાન જેવું લાગે છે. અહીં એપલ બિલ્ડિંગમાં ઘણા લોકડાઉન રૂમ બનાવવામાં આવ્યા છે. Appleના હેડક્વાર્ટરમાં દરેક પગલા પર કેમેરાથી નજર રાખવામાં આવે છે.

Appleનું હેડક્વાર્ટર કોઈ ખુફિયા એજન્સીથી ઓછું નથી, દરેક ખૂણા પર હોય છે ઝીણવટભરી નજર

 Apple Park: કેલિફોર્નિયા સ્થિત એપલના મુખ્ય મથક એપલ પાર્કને જોશો તો તે ફૂટબોલ સ્ટેડિયમ જેવું લાગશે. એપલનું આ હેડક્વાર્ટર  (Apple Park)  કોઈ ગુપ્તચર એજન્સીથી ઓછું નથી. તેના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 175 એકરમાં ફેલાયેલી એપલ બિલ્ડિંગ એરટાઈટ છે. આ બિલ્ડીંગમાં એવા ઘણા રૂમ છે જે એકદમ સિક્રેટ છે. આ રૂમોમાં કોઈ બારી નથી. આને લોકડાઉન રૂમ કહેવામાં આવે છે. આ બિલ્ડિંગના ઘણા રૂમમાં કાળા કાચ છે. આ રૂમો એવી રીતે બનાવવામાં આવ્યા છે કે અહીંથી કોઈ માહિતી બહાર ન જઈ શકે.

દરેક ખૂણા પર રખાય છે નજર-
એપલની આ એરટાઈટ બિલ્ડિંગમાં ઘણા એવા વિસ્તારો છે જ્યાં જવાની બિલકુલ મનાઈ છે. બિલ્ડીંગના દરેક ખૂણે ખૂણાની ઉપરાંત ડસ્ટબીન પર પણ બારીકાઈથી નજર રાખવામાં આવે છે. જ્યારે પણ નવા કર્મચારીની ભરતી કરવામાં આવે છે, ત્યારે તેનો રોલ ક્લિયર થતો નથી. ઇન્ટરવ્યુના ઘણા રાઉન્ડ પછી કર્મચારીને જોઇનિંગ આપવામાં આવે છે. એપલના ભૂતપૂર્વ કર્મચારીઓ અનુસાર, કંપનીની દરેક પ્રોડક્ટ માટે કોડ નેમ હોય છે. સ્પેશિયલ ટીમમાં કામ કરતા કર્મચારીઓ તેઓ શું કામ કરી રહ્યા છે તે કોઈને કહેતા નથી. એપલમાં કામ કરતા મોટાભાગના કર્મચારીઓ એકદમ ફિટ દેખાય છે.

કર્મચારીને મળે છે શાનદાર પગાર-
એપલમાં કામ કરતા કર્મચારીઓને સારો પગાર મળે છે. કંપની કર્મચારીઓને વિવિધ સુવિધાઓ પૂરી પાડે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એપલમાં સિનિયર ડાયરેક્ટર લેવલ પર બે લાખ ડોલર એટલે કે લગભગ 15 કરોડ રૂપિયાનો પગાર મળે છે. આ સિવાય બોનસ પણ મળે છે. કંપની પ્રયત્ન કરે છે કે કર્મચારી બીજી કંપનીમાં ન જાય. આ માટે કર્મચારીઓને ખૂબ સારો પગાર મળવો જોઈએ.

એપલ ગેરેજમાંથી શરૂ થયું-
એપલ કંપનીની શરૂઆત એક ગેરેજમાં થઈ હતી. 1 એપ્રિલ, 1976ના રોજ, સ્ટીવ જોબ્સે તેમના મિત્ર વોઝનિયાક સાથે મળીને ગેરેજમાંથી એપલ કંપનીની શરૂઆત કરી. 1985માં સ્ટીવ જોબ્સનો કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ જોન સ્કલી સાથે વિવાદ થયો હતો. આ કારણે તેમને એપલમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. સ્ટીવની વર્ષ 1997માં ફરી વાપસી થઈ હતી. જ્યારે ટિમ કૂક ઓગસ્ટ 2011માં કંપનીના સીઈઓ બન્યા હતા. આ પહેલા તેઓ ચીફ ઓપરેટિંગ ઓફિસર હતા.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news