Car Care Tips: આગઝરતી ગરમીમાં કાર ચલાવતા આ 5 વાતનું ધ્યાન રાખો, મળશે શાનદાર એવરેજ

Maintain the mileage: આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે જો તમે પણ પોતાના કારમાં ગરમીની સિઝનમાં વધારે એવરેજ ઈચ્છો છો તો આ ટિપ્સને ફોલો કરો અને ફાયદો મેળવો.

Car Care Tips: આગઝરતી ગરમીમાં કાર ચલાવતા આ 5 વાતનું ધ્યાન રાખો, મળશે શાનદાર એવરેજ

Car Care Tips: ગરમીના સમયમાં કારના એન્જિન પર સૌથી વધારે અસર થાય છે. અનેક વખત કારની એવરેજ પણ ઓછી થઈ જાય છે. જેના કારણે કારને વધારે કેરની જરૂર પડે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે જો તમે પણ પોતાના કારમાં ગરમીની સિઝનમાં વધારે એવરેજ ઈચ્છો છો તો આ ટિપ્સને ફોલો કરો અને ફાયદો મેળવો.

1. ટાયરનું ધ્યાન રાખો:
 ગરમીની સિઝનમાં ટાયર અને તેમાં હવાનું ધ્યાન રાખવું સૌથી વધારે જરૂરી છે. ટાયરમાં ઓછી હવા ઓછી હોય તો તેનાથી કારની એવરેજ પર ખરાબ અસર પડે છે. પરંતુ જો કારના ટાયરમાં હવા બરાબર છે તો પછી કાર ચલાવવા પર સારી એવરેજ મળે છે.

2. સારા એન્જિન ઓઈલનો ઉપયોગ કરો:
ગરમીમાં સારા ચાપમાનવાળા એન્જિન ઓઈલનો ઉપયોગ કરવો જોઈએ. બજારમાં અનેક ગ્રેડના એન્જિન ઓઈલ મળે છે. પરંતુ ગરમીમાં વધારે તાપમાન સહન કરનારા એન્જિન ઓઈલનો ઉપયોગ કરવો વધારે ફાયદાકારક હોય છે.

3. કૂલન્ટનું ધ્યાન રાખો:
કારના એન્જિનને ઠંડુ રાખવા માટે કૂલન્ટ જરૂરી હોય છે. સારી ક્વોલિટીના કૂલન્ટનો ઉપયોગ કરવાથી ગરમીમાં એન્જિનને ઝડપથી ઠંડુ કરી શકાય છે. પરંતુ જો ખરાબ ક્વોલિટીના કૂલન્ટનો ઉપયોગ કરવામાં આવે તો પછી એન્જિનના તાપમાનને સરળતાથી કંટ્રોલ કરી શકાતું નથી. જેની ખરાબ અસર એન્જિન પર પડે છે. અને જે તમારા ખિસ્સા પર ભારણ વધારી શકે છે.

4. યોગ્ય ઝડપમાં કાર ચલાવો: 
ગરમીમાં જો તમારે પેટ્રોલ કે ડીઝલનો ઓછો વપરાશ ઘટાડીને સારી એવરેજ મેળવવી હોય તો તમારે કારને હંમેશા યોગ્ય સ્પીડે ચલાવવી જોઈએ. એકદમથી એક્સિલેટર ન દબાવવું જોઈએ. આવું કરવાથી કારને વધારે પાવરની જરૂર પડે છે. જેના માટે એન્જિન વધારે પ્રમાણમાં તેલનો ઉપયોગ કરે છે. એવામાં કારની એવરેજ ખરાબ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news