ચીનના બાળકોમાં 3 વર્ષની ઉંમરમાં જ કરવામાં આવી રહી છે રાષ્ટ્રવાદની 'કોડિંગ', જાણો કેવી રીતે?

ભવિષ્યની પેઢીઓને કેવી રીતે મજબૂત બનાવી શકાય છે, તે આપણે ચીન (China) પાસેથી શિખવું જોઇએ. ભારતના કેટલા યુવાનો ખોટી દિશામાં ભટકી રહ્યા છે પરંતુ ચીનના બાળકો પોતાના દેશ માટે 3 વર્ષની ઉંમરમાં જ કોમ્યુટર પર તપસ્યા કરી રહ્યા છે. કોઇપણ દેશના બાળકો અને વિદ્યાર્થી તે દેશનું ભવિષ્ય હોય છે.

Updated By: Jan 10, 2020, 11:23 AM IST
ચીનના બાળકોમાં 3 વર્ષની ઉંમરમાં જ કરવામાં આવી રહી છે રાષ્ટ્રવાદની 'કોડિંગ', જાણો કેવી રીતે?

નવી દિલ્હી: ભવિષ્યની પેઢીઓને કેવી રીતે મજબૂત બનાવી શકાય છે, તે આપણે ચીન (China) પાસેથી શિખવું જોઇએ. ભારતના કેટલા યુવાનો ખોટી દિશામાં ભટકી રહ્યા છે પરંતુ ચીનના બાળકો પોતાના દેશ માટે 3 વર્ષની ઉંમરમાં જ કોમ્યુટર પર તપસ્યા કરી રહ્યા છે. કોઇપણ દેશના બાળકો અને વિદ્યાર્થી તે દેશનું ભવિષ્ય હોય છે. બાળકોના મન અને મગજમાં બાળપણથી જ જે ભાવના વિકસિત કરવામાં આવે છે તે ભાવના આગળ જઇને દેશના વિકાસનો કોડ બની જાય છે. ભારતના ઘણા વિદ્યાર્થીઓમાં અલગાવવાદ, ભાગલા પાડવાની વિચારધારા, હિંસાની કોડિંગ કરવામાં આવી રહી છે અને કોઇ સોફ્ટવેરની માફક કરવામાં આવી રહી છે અને કોઇ સોફ્ટવેરની માફક કામ કરનાર તેમના મગજમાં નફરતનો વાયરસ પ્રવેશ કરાવવામાં આવી રહ્યો છે. આમ કરનારાઓને ચીન પાસેથી બધાએ પાઠ શીખવો જોઇએ. જ્યાં 3  વર્ષ સુધીના નાના-નાના બાળકોના મગજમાં પણ રાષ્ટ્રવાદની કોડિંગ કરવામાં આવી રહી છે. 

કોમ્યુટર કોડિંગનું શિક્ષણ
ચીનમાં 3-8 વર્ષ સુધી બાળકોને બાળપણથી જ કોમ્યુટર કોડિંગનું શિક્ષણ આપનાર એક ફેશન બનતી જાય છે. જે ઉંમરમાં ભારતના મોટાભાગના નાના બાળકો મોબાઇલ ફોન પર વીડિયો ગેમ્સ અને કાર્ટૂન જોવાની ટેવ હોય છે, તે ઉંમરમાં ચીનના બાળકો આર્ટિફિશિયલ ઇંટેલીજેન્સ (Artificial Intelligence) અને રોબોટ્સ (Robots)બનાવવા માટે કોમ્યુટર કોડિંગ કરી રહ્યા છે. 

અહીંયા સુધી કેટલાક બાળકોને આ કામમાં એટલા વિશેષજ્ઞ થઇ ચૂક્યા છે કે તે ઉંમરમાં મોટા બીજા બાળકોને કોડિંગની ટ્રેનિંગ પણ આપવા લાગ્યા છે. ચીનમાં નાના નાના બાળકોને કોમ્યુટર કોડિંગ શિખવાડવું ફક્ત શોખની વાત નથી કે પરંતુ તેની પાછળ ચીનની લાંબી યોજના છે. ચીન ઇચ્છે છે કે આગામી વર્ષોમાં કોમ્યુટર એપ્લિકેશન્સ અને કોડિંગના વિશેષજ્ઞોની એક આખી સેના તૈયાર કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube