હવે મોબાઇલ ફોન નહી થાય બંધ, Detel એ લોન્ચ કરી બે સસ્તી પાવર બેંક
અમારી સહયોગી વેબસાઇટ zeebiz.com ના અનુસાર Detel આ પાવર બેંકમાં પોલીમર બેટરી છે, જે ફાસ્ટ ચાર્જિંગ માટે છે. તેમાં ડુઅલ USB પોર્ટ છે.જેથી બે ડિવાઇસ એક સાથે ચાર્જ થઇ શકે છે.
Trending Photos
નવી દિલ્હી: જો તમે પણ કોઇપણ યાત્રા દરમિયાન મોબાઇલની બેટરી ખતમ થવાની ચિંતાને લઇને પરેશાન રહો છો તો તમારા માટે એક ફાયદાકારક સમાચર આવી ગયા છે. Detel એ સસ્તી અને વધુ પાવરફૂલ Power Bank લોન્ચ કરી છે. આ પાવર બેંક 0000 mAh અને 20000 mAh કેપેસિટીની છે. કંપનીનો દાવો છે કે આ દુનિયાની સૌથી સસ્તી Power bank છે. તેની કિંમત ક્રમશ: 349 અને 699 રૂપિયા છે.
એક સાથે બે ડિવાઇસ થઇ શકે છે ચાર્જ
અમારી સહયોગી વેબસાઇટ zeebiz.com ના અનુસાર Detel આ પાવર બેંકમાં પોલીમર બેટરી છે, જે ફાસ્ટ ચાર્જિંગ માટે છે. તેમાં ડુઅલ USB પોર્ટ છે.જેથી બે ડિવાઇસ એક સાથે ચાર્જ થઇ શકે છે. દરેક પાવર બેંકમાં મેક્સિમ્મ કરંટ પાવર અને ચાર્જિંગ દરમિયાન 5V/2.1 A આઉટપુટ મળશે.
સમાચાર એ પણ છે કે Oneplus ફરી એકવાર પોતાની પાવરબેંક બજારમાં લોન્ચ કરી શકે છે. કંપની પહેલાં વર્ષ 2015માં 10000mAhની પાવર બેંક લોન્ચ કરી હતી. કંપનીએ આ પાવરબેંકને સેંડસ્ટોન બ્લેક કલરમાં લોન્ચ કરી હતી. જોકે કંપની આ પાવરનું સક્સેસર લોન્ચ કરી શકે છે. જે સારી ચાર્જિંગ ટેક્નોલોજી સાથે આવશે. એક ચર્ચિત ટિપ્સટરએ Oneplus Power Bank ના સ્પેસિફિકેશન્સની જાણકારી આપી છે. આ સાથે જ આ પ્રોડક્ટની કિંમત પણ સામે આવી છે, જે ખૂબ જ વ્યાજબી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે