પેરિસ: શિક્ષકનું માથું વાઢી નાખનારા હુમલાખોર વિશે થયો ચોંકાવનારો ખુલાસો

ફ્રાન્સ(France) ના પેરિસ (Paris) શહેરમાં શાળામાં એક શિક્ષકની હત્યા બાદ પોલીસ ફાયરિંગમાં માર્યા ગયેલા શંકાસ્પદ વ્યક્તિ અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. 

પેરિસ: શિક્ષકનું માથું વાઢી નાખનારા હુમલાખોર વિશે થયો ચોંકાવનારો ખુલાસો

પેરિસ: ફ્રાન્સ(France) ના પેરિસ (Paris) શહેરમાં શાળામાં એક શિક્ષકની હત્યા બાદ પોલીસ ફાયરિંગમાં માર્યા ગયેલા શંકાસ્પદ વ્યક્તિ અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. રાષ્ટ્રીય આતંદવાદ વિરોધી પ્રોસીક્યૂટર (National anti terror prosecutor) જીન-ફ્રેન્કોઈસે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે પોલીસના ફાયરિંગમાં માર્યો ગયેલો સંદિગ્ધ વ્યક્તિ ચેચન મૂળનો હતો. તેણે જ 47 વર્ષના ઈતિહાસના શિક્ષકની ઉત્તર-પશ્ચિમી પેરિસના કોનફ્રલેન્સ-સેન્ટે-હોનોરિનમાં એક મીડિલ શાળા પાસે હત્યા કરી હતી. કહેવાય છે કે શિક્ષકે કથિત રીતે પોતાના વર્ગમાં પયગંબર મોહમ્મદના 'કાર્ટુનની અભવ્યક્તિની સ્વતંત્રતા' પર ચર્ચા કરી હતી. 

હત્યા બાદ ટ્વિટર પર કરી હતી પોસ્ટ
ફરિયાદીએ કહ્યું કે 18 વર્ષના સંદિગ્ધે આત્મસમર્પણ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. આથી પોલીસે તેને ગોળી મારી હતી. તે ચેચન મૂળનો એક શરણાર્થી હતો જેના વિશે ઈન્ટેલિજન્સને પહેલેથી કોઈ જાણકારી હતી નહીં. એક રિપોર્ટ મુજબ હુમલાખોરે શાળામાં વિદ્યાર્થીઓ પાસેથી શિક્ષક અંગે જાણકારી લીધી હતી અને હત્યા બાદ સંદિગ્ધે ટ્વિટર પર મૃતદેહની તસવીર પણ પોસ્ટ કરી હતી. 

બહેન પણ થઈ છે પ્રતિબંધિત સંગઠનમાં સામેલ, અનેક લોકો કસ્ટડીમાં લેવાયા
હુમલાખોરના પરિવારના ચાર સભ્યોને કસ્ટડીમાં લેવાયા છે. જેમની રાતદિવસ પૂછપરછ પણ થઈ. ફરિયાદી પક્ષના જણાવ્યા મુજબ પોલીસે પાંચ અન્ય લોકોને પણ અટકાયતમાં લીધા છે. જેમાથી વિદ્યાર્થીના માતા-પિતા પણ છે. જેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તેમણે પયગંબર મોહમ્મદનું કાર્ટુન બતાવવા બદલ શિક્ષકની ટીકા કરી હતી. સંદિગ્ધની સાવકી બહેન 2014માં સીરિયામાં ઈસ્લામિક સ્ટેટ સમૂહમાં સામેલ થઈ હતી. હજુ એ સ્પષ્ટ નથી કે તે હવે ક્યાં છે. ફરિયાદીએ કહ્યું કે તથ્યોની સત્યતાની ચકાસણી માટે આગળની તપાસ હાથ ધરાશે. એ પણ તપાસ કરાશે કે તેની સાથે કોણ કોણ હતું. 

2015માં પત્રિકાની ઓફિસ પર થયો હતો હુમલો
અત્રે જણાવવાનું કે આ અગાઉ જાન્યુઆરી 2015માં સાપ્તાહિક ચાર્લી હેબ્દોના પેરિસ સ્થિત કાર્યાલયમાં પણ ફાયરિંગ થયું હતું. કારણ કે પત્રિકાએ પયગંબર મોહમ્મદનું કાર્ટુન પ્રકાશિત કર્યું હતું. આ હુમલામાં પત્રિકાના આઠ કર્મચારીઓ સહિત 12 લોકો માર્યા ગયા હતાં. ગત મહિને પણ ચાર્લી હેબ્દોના પૂર્વ કાર્યાલયો બહાર એક વ્યક્તિએ બે લોકોને ચાકૂ માર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news