ઇલેક્ટ્રિક કાર કંપની Tesla આગામી વર્ષે ભારતમાં આપશે દસ્તક, કસ્ટમર્સને મળશે નવા ઓપ્શન
ભારતમાં કારના શોખીનના સારા સમાચાર છે. અમેરિકન ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા Tesla) ભારતીય કાર માર્કેટમાં આગામી વર્ષે એન્ટ્રી કરવા જઇ રહી છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતમાં કારના શોખીનના સારા સમાચાર છે. અમેરિકન ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા Tesla) ભારતીય કાર માર્કેટમાં આગામી વર્ષે એન્ટ્રી કરવા જઇ રહી છે. આ મોહર ટેસ્લાએ પોતે સીઇઓ એલેન મસ્ક (Tesla CEO Elon Musk)એ લગાવી છે. પીટીઆઇના સમાચાર અનુસાર કાર કંપની ટેસ્લાના સીઇઓ એલન મસ્કે શુક્રવારે કહ્યું કે ઇલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચર 2021માં ભારતીય બજારમાં આવવા માટે તૈયાર છે.
મસ્કએ ટેસ્લા કારોને ભારતમાં લાવવાનો ખુલાસો એક ટ્વિટર પોસ્ટના જવાબમાં કર્યો, જેમાં એક યૂઝર્સએ ટેસ્લાને ભારતમાં આવવઆ વિશે પૂછ્યું.
મસ્કએ ટ્વીટ કરી પ્રતિક્રિયા આપતાં એક ટી-શર્ટની તસવીર પોસ્ટ કરી. જેમાં 'ઇન્ડિયાલ અવ ટેસ્લા', 'ઇન્ડિયા વોન્ટ ટેસ્લા' લખ્યું હતું. તેમણે તસવીર સાથે ટ્વીટમાં લખ્યું 'આગામી વર્ષે પાકુ. રાહ જોવા માટે તમારા બધાનો આભાર.
આ પહેલાં પણ ઘણીવાર ટેસ્લા ભારતીય બજારોમાં આવવા તૈયાર હતા, પરંતુ કેટલીક સરકારી નિયમ હેઠળ કંપની ભારતમાં એન્ટ્રી કરી નહી. આ વખતે એવું લાગે છે કે બધ વિધ્નો દૂર થનાર છે.
વર્ષ 2018માં ટ્વીટ કરીને મસ્કએ શેર કર્યું હતું કે કેટલાક પડકારો સરકારી નિયમોના કારણે કંપની ભારતમાં પ્રવેશ કરી શકી નથી.
મસ્કના ટ્વીટથી લાગે છે કે કંપની આગામી વર્ષે ભારતીય બજારમાં કાર લોન્ચ કરી શકે છે. આમ થતાં ભારતીય ઓટો ઇંડસ્ટ્રીમાં કોમ્પિટિશન વધુ જોરદાર રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે