WhatsAppનો સેફ્ટી સાથે ઉપયોગ કરવા માટે અપનાવો આ 5 સરળ રીત

તમારા ચેટ્સ અને કોલ્સને કોઈ જોઈ-સાંભળી શકે નહીં. છતાં પણ કેટલાક સ્કેમ અને અજાણ્યા લોકોથી સતર્ક રહેવા માટે તમે કેટલીક ટિપ્સ ફોલો કરી શકો છો, જેની તમને જાણકારી આપીશું.   

Updated By: Sep 12, 2020, 06:44 PM IST
WhatsAppનો સેફ્ટી સાથે ઉપયોગ કરવા માટે અપનાવો આ 5 સરળ રીત

નવી દિલ્હીઃ WhatsApp આજના સમયમાં લોકો દ્વારા સૌથી વધુ ઉપયોગ કરવામાં આવતી ઇન્સટેન્ટ મેસેજિંગ એપ છે. તેનો ઉપયોગ યૂઝર્સ કોલિંગ, વીડિયો કોલિંગ અને મેસેજ માટે કરે છે. કારણ કે આ એન્ટ-ટૂ-એન્ડ એનક્રિપ્ટેડ છે તેથી પ્લેટફોર્મ સુરક્ષિત પણ છે. તેવામાં તમારા ચેટ્સ અને કોલ્સને કોઈ જોઈ-સાંભળી શકે નહીં. છતાં પણ કેટલાક સ્કેમ અને અજાણ્યા લોકોથી સતર્ક રહેવા માટે તમે કેટલીક ટિપ્સ ફોલો કરી શકો છો, જેની તમને જાણકારી આપીશું. 

1. માત્ર તમારા કોન્ટેક્ટ જ જોઈ શકે પ્રોફાઇલ પિક્ચર
વોટ્સએપ તમને તે આઝાદી આપે છે કે તમારૂ પ્રોફાઇલ પિક્ચર માત્ર તમારા કોન્ટેક્ટ જોઈ શકે. તેના માટે તમારા સેટિંગ્સમાં જવું પડશે અને અહીં એકાઉન્ટમાં ક્લિક કરવું પડશે અને ત્યારબાદ પ્રાઇવેસીમાં જવાનું રહેશે. અહીં તમને પ્રોફાઇલ ફોટોને લઈને ઓપ્શન જોવા મળશે, જેમાં તમે માય કોન્ટેક્ટ્સ સિલેક્ટ કરી શકો છો. 

2. આવા લોકોને બ્લોક કરો જેની સાથે ચેટ કરવા ઈચ્છતા નથી
ઘણીવાર એવું પણ હોય છે કે આપણે વધારાના લોકોના કોન્ટેક્ટ પણ ફોનમાં સેવ કરીએ છીએ, જેની સાથે ચેટ કરવા ઈચ્છતા નથી પરંતુ માત્ર બીજા કામ માટે નંબર રાખવા જરૂરી હોય છે. આવા કોન્ટેક્ટને તમે બ્લોક કરી શકો છો. 

Vi (વોડાફોન-આઈડિયા) લાવ્યું  ₹351નો નવો પ્લાન, મળશે 100GB હાઈ-સ્પીડ ડેટા  

3. વોટ્સએપમાં કોઈની સાથે તમારી બેન્ક ડિટેલ શેર ન કરો
સ્કેમર્સ અને હેકર્સની પહોંચ ઘણી સુરક્ષા બાદ પણ હોય છે. તે નવી નવી રીતથી લોકોને પોતાની જાળમાં ફસાવવાનો પ્રયાસ કરે છે. તેવામાં કોઈપણ અજાણી વ્યક્તિ દ્વારા કોઈ પ્રકારના ઓટીપી કે બેન્કની માહિતી જેવી અન્ય સંવેદનશીલ જાણકારીઓ માગવામાં આવે તો શેર ન કરો. 

4. કોઈ અજાણ્યા કોલ કે મેસેજનો જવાબ ન આપો જેનો કન્ટ્રી કોડ અલગ હોય
ભારત માટે કન્ટ્રી કોડ +91 છે. ઘણીવાર સ્કેમ કરનારા આંતરરાષ્ટ્રીય કોલ દ્વારા યૂઝરને ફસાવવા માટે પોતાના નંબરનું માસ્કિંગ કરે છે. તેવામાં જો તમને શંકા જાય તો આવા નંબર પર વાત કરવાનું ટાળો. 

Reliance Jioનો સૌથી સસ્તો પ્લાન, માત્ર 3.5 રૂપિયામાં 1 GB ડેટા

5. ટૂ-ફેક્ટર ઓથેંટિકેશન એક્ટિવેટ કરો
આ ફીચર તમારા એકાઉન્ટમાં ડબલ લોક સેટ કરે છે. પહેલા લેવલ પર તમે તમારા એકાઉન્ટને ફેસ લોક, ફિંગરપ્રિન્ટ લોક કે કોડ લોકથી સિક્યોર કરશો અને બીજા લેવલમાં રજીસ્ટર નંબરને એડ કરશો. 

તમે જ્યારે પોતાનો ફોન બદલો ત્યારે નવા ફોનમાં વોટ્સએપ એકાઉન્ટ સેટ કરવું પડશે. એપ તમારા રજીસ્ટર મોબાઇલ નંબર પર OTP મોકલશે. આ OTP તમને નવી ડિવાઇસમાં વોટ્સએપ એકાઉન્ટ સેટ કરવામાં કામ આવશે. ધ્યાન રહે કે OTP કોઈ સાથે શેર ન કરો. કારણ કે સંભવ છે કે કોઈ તમારા એકાઉન્ટમાં લોગિન કરવાનો પ્રયાસ કરે અને ભૂલથી તેને આ OTP મળી જાય. 

વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube