વોટ્સએપ યૂઝર્સ માટે મોટા ખુશખબર! હવે તમને મળશે આ નવું અદભૂત ફીચર, ખાસ જાણો તેના વિશે
Technology News: મેટાએ ફેક ન્યૂઝ પર લગામ લગાવવા માટે હાલમાં જ Misinformation Combat Alliance (MCA) સાથે ભાગીદારી કરી છે. આ માટે તે એક ડેડિકેટેડ ફેક્ટ ચેકિંગ હેલ્પલાઈન વોટ્સએપ માટે લોન્ચ કરશે.
Trending Photos
Whatsapp News: AI ને લઈને આખી દુનિયાની કંપનીઓનું ફોકસ તેના પર છે. ગૂગલ, માઈક્રોસોફ્ટ, ઓપનઆઈ સહિત અનેક કંપનીઓ પોતાનું AI અને ML મોડલ તૈયાર કરી રહી છે. જે ડિજિટલ સ્પેસમાં એક ક્રાંતિ લાવી શકે છે. આ વિશિષ્ટતાની સાથે સાથે AI ના કેટલાક નેગેટિવ પહેલુઓ પણ છે જેને નજરઅંદાજ કરી શકાય નહીં. તેના કારણે ઘણી મિસ ઈન્ફોર્મેશન પણ ફેલાઈ શકે છે.
મેટાએ ફેક ન્યૂઝ પર લગામ લગાવવા માટે હાલમાં જ Misinformation Combat Alliance (MCA) સાથે ભાગીદારી કરી છે. આ માટે તે એક ડેડિકેટેડ ફેક્ટ ચેકિંગ હેલ્પલાઈન વોટ્સએપ માટે લોન્ચ કરશે. તે ડીપફેક અને AI-Generated મિસ ઈન્ફોર્મેશનને રોકવામાં મદદગાર સાબિત થઈ શકે છે.
માર્ચમાં લોન્ચ થઈ શકે છે સર્વિસ
MCA એ કહ્યું કે આ ન્યૂ હેલ્પલાઈન પબ્લિક માટે આગામી મહિને લોન્ચ કરવામાં આવશે. આ લોન્ચિંગ કદાચ માર્ચમાં થઈ શકે છે. આ AI-Generated Media ની ખોટી જાણકારીને રોકવામાં મદદ કરશે. અનેક લોકોની છબી ખરડાતી અટકી શકે છે. અનેકવાર સાઈબર ક્રિમિનલ્સ કેટલાક સેલિબ્રિટીઓના ફોટાનો ઉપયોગ કરીને તેમના એક ફેક વીડિયો બનાવે છે. જેને ડીપફેક વીડિયો કહે છે.
અનેક ભાષાઓનો મળશે સપોર્ટ
વોટ્સએપ ચેટબોટ અનેક લેંગવેજ સપોર્ટ સાથે આવશે. તેમાં અંગ્રેજી ઉપરાંત ત્રણ અન્ય રીજીઓનલ લેંગવેજનો પણ સપોર્ટ મળશે. તેના પર AI Deepfake ને રિપોર્ટ કરી શકાશે. MCA મુજબ યૂઝર્સે હેલ્પલાઈન પર એક મેસેજ સેન્ડ કરવાનો રહેશે, ત્યારબાદ સિસ્ટમ પોતાનું કામ કરશે અને ફેક્ટ ચેક કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે