ચીની Shareit વિરુદ્ધ Googleની નવી એપ લોન્ચ, સેકન્ડમાં થશે મોટી ફાઇલ ટ્રાન્સફર


ચીની ફાઇલ ટ્રાન્સફર એપ Shareitને સરકાર દ્વારા બેન કર્યા બાદ હવે સર્ચ એન્જિન કંપની ગૂગલ (Google)એ પોતાની એક એપ લોન્ચ કરી છે. 
 

ચીની Shareit વિરુદ્ધ Googleની નવી એપ લોન્ચ, સેકન્ડમાં થશે મોટી ફાઇલ ટ્રાન્સફર

નવી દિલ્હીઃ ચીની ફાઇલ ટ્રાન્સફર એપ Shareitને સરકાર દ્વારા બેન કર્યા બાદ હવે સર્ચ એન્જિન કંપની ગૂગલ (Google)એ પોતાની એક એપ લોન્ચ કરી છે. આ એપને કંપનીએ  Nearby Share નામ આપ્યું છે. આ એપ પણ એપલ (Apple)ના AirDropની જેમ જે આઇફોન (iPhone)મા કામ કરે છે. નિયરબાય શેરમાં એન્ડ્રોઇડ યૂઝર પર સરળતાથી નજીકના ફોનમાં બ્લૂટૂથ દ્વારા ફોટો, ફાઇલ અને લિંક્સને શેર કરી શકશે.

ગૂગલનું નવું ફીચર એન્ડ્રોઇડ યૂઝરની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે, જેની મદદથી એન્ડ્રોઇડ યૂઝર એકથી બીજી ડિવાઇસમાં સરળતાથી ટ્રાન્સફર કરી શકશે. તે માટે તેને ખુબ ઓછો સમય લાગશે. જણાવવામાં આવી રહ્યું છે કે એન્ડ્રોઇડમાં આ નવું ફીચર OS Android 6 અને ત્યારબાદ બધી ડિવાઇસમાં આપવામાં આવશે. ફોટોથી લઈને વીડિયો અને લિંક્સ પણ આ ફીચરની મદદથી શેર કરી શકાશે. 

ભારતમાં આગામી વર્ષ સુધી લોન્ચ થઇ શકે છે 5G સર્વિસ, જાણો 4G કરતાં કેટલી છે ફાસ્ટ

જાણો Appleના એયરડ્રોપ વિશે
Apple ડિવાઇસમાં એયરડ્રોપની મદદથી ડેટા ટ્રાન્સફર કરવો સરળ છે. યૂઝર સીમલેસ ડેટા એક મોબાઇલથી બીજા મોબાઇલ, મોબાઇલથી મેકબુક અને મેકબુકથી મેકબુકમાં ટ્રાન્સફર કરી શકે છે. તેમાં ડેટા ટ્રાન્સફર કરવો એટલો સરળ અને ફાસ્ટ છે કે તમે વિચારી ન શકો. એયરડ્રોપના માધ્યમથી Apple થી Apple ડિવાઇસમાં ડેટા ટ્રાન્સફર કરવો સુરક્ષિત પણ છે. તેમાં સામાન્ય રીતે વાયરસ આવવાનો કે ડેટા ચોરી થવાનો ખતરો રહેતો નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news