Google Pay એપમાં થયા મોટા ફેરફાર, જોડાયા નવા ફીચર્સ, જાણો શું છે ખાસ


Google Payનું રીડિઝાઇન વર્ઝન એન્ડ્રોયડ અને આઈઓએસ બંન્ને માટે ઉપલબ્ધ થશે. હાલ આ એપની નવી ડિઝાઇન અમેરિકામાં લોન્ચ કરવામાં આવી રહી છે. 

Google Pay એપમાં થયા મોટા ફેરફાર, જોડાયા નવા ફીચર્સ, જાણો શું છે ખાસ

નવી દિલ્હીઃ ગૂગલે પોતાની પેમેન્ટ એપ Google Pay ને નવા ક્લેવરની સાથે રજૂ કરી છે. હાલમાં કંપનીએ પોતાના લોગોમાં પણ ફેરફાર કર્યો હતો. નવા વર્ઝનમાં Google Pay એપમાં નવો લોગો પણ સામેલ કરવામાં આવ્યો છે. 

Google Payનું રીડિઝાઇન વર્ઝન એન્ડ્રોયડ અને આઈઓએસ બંન્ને માટે ઉપલબ્ધ થશે. હાલ આ એપની નવી ડિઝાઇન અમેરિકામાં લોન્ચ કરવામાં આવી રહી છે. 

ભારતીય યૂઝર્સ માટે Google Payનો લોગો બદલી ગયો છે અને કેટલાક નવા ફીચર્સ મળ્યા છે. પરંતુ અહીં એપને સંપૂર્ણ રીતે રીડિઝાઇન કરવામાં આવી નથી. 

POCO M3ની ડીટેલ્સ લોન્ચ, 24 નવેમ્બરે થશે લોન્ચ, જાણો ખાસિયતો

Google Payમા આપવામાં આવેલા નવા ફીચર્સની વાત કરીઓ તો હવે અમેરિકામાં આ એપ દ્વારા યૂઝર્સ ફૂડ ઓર્ડર કરી શકે છે. ગૂગપ પેમાં હવે બિલ મિત્રો વચ્ચે વેચવાનું નવુ ફીચર આપવામાં આવ્યું છે. રેન્ટ, ફૂડ બિલ અને બીજા ખર્ચાઓ માટે ગ્રુપ બનાવી બિલને બધા સાથે શેર કરી શકાય છે. 

પેમેન્ટ ફીચરને પણ રીડિઝાઇન કરવામાં આવ્યું છે અને અમેરિકામાં પેટ્રોલ પંપની સાથે કંપનીએ ભાગીદારી કરી છે. 30 હજાર લોકેશન પર આ ઉપલબ્ધ હશે. 

Google Payમા Explore ટેબ એડ કરવામાં આવ્યું છે, જેમાં યૂઝર્સોની આસપાસ મળતી ડીલ્સ વિશે જણાવવામાં આવશે. આ સિવાય Explore મા ઇનસાઇટ ફીચર પણ આપવામાં આવ્યું છે. આ હેઠળ પેમેન્ટ બિહેવિયર વિશે જાણકારી મળશે. 

Airtel ગ્રાહકો માટે ખુશખબર, પ્રીપેડ પેક સમાપ્ત થયા બાદ પણ મળશે આ ફાયદા

ગૂગલે કહ્યું કે, આગામી વર્ષે કંપની PLEX લોન્ચ કરશે. આ બેન્કિંગ સર્વિસ છે અને તે માટે કંપની બેન્કોની સાથે ભાગીદારી કરશે. આ હેઠળ બેન્કને પણ ગૂગલ પેની સર્વિસ આપવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news