અભિનેતા સલમાન ખાને કરાવ્યો કોરોના ટેસ્ટ, જાણો શું આવ્યો રિપોર્ટ
સલમાન ખાનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ફેન્સ માટે આ રાહતના સમાચાર છે. મહત્વનું છે કે સલમાન ખાનના ડ્રાઇવર સહિત બે સ્ટાફ કોરોનાથી સંક્રમિત થયા છે.
Trending Photos
નવી દિલ્હીઃ સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan)ના ડ્રાઇવર સહિત બે સ્ટાફ કોરોના પોઝિટિવ આવ્યા છે, ત્યારબાદ તેમણે ખુદને આઇસોલેટ કરી લીધો હતો. સલમાને પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. હાલ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જે તેના માટે રાહતના સમાચાર છે.
સલમાન ખાન જારી રાખશે બિગ બોસનું શૂટિંગ
સલમાન બિગ બોશ 14’ (Bigg Boss 14) ને હોસ્ટ કરી રહ્યો છે. જો તે કોરોનાથી સંક્રમિત થયો હોત તો તેણે શૂટિંગ બંધ કરવું પડત પરંતુ હવે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પ્રીકોશન્સ લેતા બીએમસીએ તેનું ઘર સેનેટાઇઝ કરાવ્યું છે. પહેલા સમાચાર આવ્યા બતા કે સલમાન ખાન એક સપ્તાહ સુધી ખુદને આઇસોલેટ કરશે, પરંતુ હવે સમાચાર છે કે તે બિગ બોસ શૂટ કરશે.
અક્ષય કુમારે યૂટ્યૂબરને મોકલી 500 કરોડની માનહાનિની નોટિસ, સુશાંત કેસમાં લીધું હતું નામ
સલમાન કરી રહ્યો છે રાધેનું શૂટિંગ
સલમાન ખાને હાલમાં ફિલ્મ રાધેનું શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મમાં સલમાનની સાથે દિશા પટાની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. હાલ સલમાનના પરિવારના અન્ય સભ્યો વિશે સ્પષ્ટ નથી કે તેનો રિપોર્ટ શું આવ્યો છે.
હજુ પણ કોરોનાનો ડર
લૉકડાઉનમાંથી છૂટ મળ્યા બાદ ઘણા બોલીવુડ સેલિબ્રિટીએ ફરીથી કામ શરૂ કર્યું છે. પરંતુ કોરોનાનો ડર હજુ પણ યથાવત છે. મહત્વનું છે કે મુંબઈમાં કોરોનાના 2 લાખ 71 હજારથી વધુ કેસ છે. આ મહામારીથી અત્યાર સુધી 10 હજાર કરતા વધુ લોકોના મૃત્યુ થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે