Apple App સ્ટોર પરથી અચાનક ગાયબ થઇ Google Pay, આ છે મુખ્ય કારણ

ગૂગલ (Google) ની ઓનલાઇન પેમેન્ટ એપ ગૂગલ પે (Google Pay)ને એપલ સ્ટોર (Apple Store) પરથી હટાવી દેવામાં આવી છે. અચાનક લેવામાં એક્શનનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

Apple App સ્ટોર પરથી અચાનક ગાયબ થઇ Google Pay, આ છે મુખ્ય કારણ

નવી દિલ્હી: ગૂગલ (Google) ની ઓનલાઇન પેમેન્ટ એપ ગૂગલ પે (Google Pay)ને એપલ સ્ટોર (Apple Store) પરથી હટાવી દેવામાં આવી છે. અચાનક લેવામાં એક્શનનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ આઇફોન કંપની નિર્માતા એપલ દ્વારા જ તેની જાહેરાતની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

ટ્રાંજેક્શનમાં આવી રહી છે સમસ્યા
હાલ એપલ એપ સ્ટોર પર Google Pay એપ દેખાઇ રહી નથી. જોકે આઇફોનમાં પહેલાંથી ઇંસ્ટોલ Google Pay એપ હજુ પણ કામક અરી રહી છે, પરંતુ યૂઝર્સએ ફરિયાદ કરી છે કે તેમને ટ્રાંજેક્શન કરવામાં સમસ્યા આવી રહી છે. 

ગૂગલએ નિવેદન જાહેર કરી બતાવ્યું કારણ 
જોકે ગૂગલે એક નિવેદન જાહેર કરી એ સ્પષ્ટ કરી દીધું છે કે એપ સ્ટોર પરથી કેટલીક પ્રોબ્લમ ફિક્સ કરવાના લીધે ગૂગલ પેને દૂર કરવામાં આવી છે. જ્યારે એંડ્રોઇડ સાથે એવું નથી અને ગૂગલ પ્લે સ્ટોરમાં Google Pay એપ ઉપલબ્ધ છે. 

ક્યાં સુધી  Apple Store પર થશે વાપસી?
પોતાની સ્ટેટમેન્ટમાં ગૂગલે કહ્યું કે iOS યૂઝર્સને Google Pay એપમાં ટ્રાંજેક્શન ફેલિયરની સમસ્યાના લીધે તેને દૂર કરવામાં આવી છે. અમારી ટીમ તેને ઠીક કરવા માટે કામ કરી રહી છે. જેવી જ સમસ્યા દૂર થાય છે, આ પરત એપલ પ્લે સ્ટોર પર યૂઝર્સ માટે ઉપલબ્ધ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news