મારુતિ આપી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ, પછી કદાચ ક્યારેય નહીં મળે આવો ચાન્સ

મારુતિની કાર્સ લોકોમાં ભારે લોકપ્રિય છે

મારુતિ આપી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ, પછી કદાચ ક્યારેય નહીં મળે આવો ચાન્સ

નવી દિલ્હી : દેશમાં મારુતિની કારનું માર્કેટ બહુ મોટું છે અને લોકોમાં મારુતિની કાર બહુ લોકપ્રિય છે. મારુતિની સૌથી લોકપ્રિય કાર છે ઓલ્ટો 800. આ કારની ગણતરી મધ્યવર્ગની પસંદગીની કાર તરીકે થાય છે. કંપનીએ કરેલી જાહેરાત પ્રમાણે આ કારની ખરીદી પર 30,000 રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ અને 25,000 રૂપિયાનું એક્સચેંજ બોનસ મળી શકે છે. આ ઓફર્સને સાથે જોઈએ તો કારની ખરીદી પર તમને 50,000 રૂપિયાથી વધારેની બચત થશે. 

અર્ટીગા મોડેલ પર પણ આકર્ષક ડિસ્કાઉન્ટ છે. પેટ્રોલ અને ડીઝલ મોડ્લ્સ પર અનુક્રમે 15,000 અને 25,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. CNG વર્ઝન પર પણ 10,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ છે. આ સિવાય અર્ટીગાના ડીઝલ મોડલ પર 35,000 રૂપિયાની એક્સચેન્જ ઓફર અને પેટ્રોલ તેમજ CNG મોડલ પર 30,000 રૂપિયાની એક્સચેન્જ ઓફર છે.

મારુતિની જ કાર સિલેરિયોના મેન્યુઅલ પેટ્રોલ અને CNG મોડલ પર 25,000 રૂપિયાનું કેશ જેટલું જબરસ્ત ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ કારના ઓટોમેટિક વેરિયંટની ખરીદી પર 30,000 રૂપિયાનું કેશ  છે. આ સિવાય મેન્યુઅલ પેટ્રોલ અને CNG મોડલ્સની ખરીદી પર 25,000 રૂપિયાની એક્સચેન્જ ઓફર છે. AMT મોડલ પર આ રકમ 30,000 રૂપિયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news