Phone Cover Clean: મોબાઈલ કવર પીળું પડી જાય તો બસ આટલું કરો, ફરી ચમકશે

Clean phone cover tips: ફોન કવર માત્ર ફોનની સુંદરતા જ નથી વધારતો, પરંતું ફોનને કવર કરીને સુરક્ષા પણ આપે છે. તમારા ગંદા થયેલા ફોન કવરને તમે ઘરે સાફ કરી શકો છો 
 

Phone Cover Clean: મોબાઈલ કવર પીળું પડી જાય તો બસ આટલું કરો, ફરી ચમકશે

How to clean mobile cover: સુરક્ષાના હેતુથી મોબાઈલ ફોન બહુ જ કામની ચીજ છે. માર્કેટમાં અનેક પ્રકારના ફોન કવર આવે છે. જે બહુ જ સુંદર લાગે છે. પરંતુ મોટાભાગના લોકો ટ્રાન્સપરન્ટ ફોન કવર લગાવવાનું પસંદ કરે છે. કારણ કે, તેમાંથી ફોનની સુંદરતા ઝળકાઈ આવે છે. આ સાથે જ એક સમસ્યા એ પણ છે કે, ફોન કવર જલ્દી ગંદા અને પીળા પડી જાય છે. પીળા પડી ગયા બા તેની સુંદરતા બગડી જાય છે. તેને યોગ્ય સમયે સાફ ન કરવાથી તે ધીરે ધીરે કાળા પડવા લાગે છે. જો તમારું મોબાઈલ કવર પણ કાળુ પડી ગયું છે તો અમે તમને તેને ફરીથી ચમકાવવાની રીત બતાવીશું.

મીઠું અને ટૂથપેસ્ટથી ચમકી ઉઠશે કવર
ટ્રાન્સપરન્ટ ફોન કવરની ગંદકી સાફ કરવા માટે તમારે મીઠું અને ટૂથપેસ્ટનો ઉપયોગ કરવાનો રહેશે. તેથી સૌથી પહેલા તમે ટૂથપેસ્ટને ફોન કવર પર લગાવો. તેને બ્રશની મદદથી થોડું રગડો. અંદાજે 1 થી 2 મિનિટ બાદ કવર પર મીઠું નાંખો અને થોડી વાર તેને રગડો. તેના બાદ કવર ધોઈ લો. હવે તમે જોશો કો કવર એકદમ ચોખ્ખું ચણાક બની ગયું છે. અનેક ઘરેલુ નુસ્ખાથી કવર તો સાફ થઈ જાય છે, પરંતું તેના પરથી પીળાપણું જતુ નથી. આવામાં પીળા પડી ગયેલા કવરમાંથી કલર કાઢવાના ઉપાય પણ છે.

કલરફુલ ફોન કવર આવી રીતે સાફ કરો
જો તમારી પાસે કોઈ કલરફુલ પ્લાસ્ટિક ફોન કવર છે, અને તે ગંદુ પડી ગયું છે તો તેને સાફ કરવા માટે પણ એક રીત છે. કલરફુલ પ્લાસ્ટિક ફોન કવરને સાફ કરવા માટે સૌથી સારી રીત એ છે કે, સૌથી પહેલા હળવા ગરમ પાણીમાં એક ચમચી લિક્વિડ સોપ એડ કરો. તેમાં ફોન કવરને 15 મિનિટ ડુબાડી રાખીને છોડી દો. તેના બાદ બેકિંગ સોડાની મદદથી તેને રગડી રગડીને સાફ કરી લો. આવુ કરવાથી તમારું ફોન કવર ફરીથી ચમકવા લાગશે.    

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news