Deepfake થી ખુદને કઈ રીતે બચાવશો? આ ટિપ્સથી તમારો ડેટા રહેશે સુરક્ષિત

How to Keep Data Safe from Deepfake: તાજેતરના વર્ષોમાં ડીપફેક ટેક્નોલોજી એક મોટી ચિંતાનું કારણ બની છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ કરી કોઈ વ્યક્તિ, જાણીતી સેલિબ્રિટીના ફોટો અને વીડિયોમાં હેરફેર કરવામાં આવે છે. આજે અમે કેટલીક ટિપ્સ જણાવીશું જેનાથી તમે તમારો ડેટા સુરક્ષિત રાખી શકો છો.

Deepfake થી ખુદને કઈ રીતે બચાવશો? આ ટિપ્સથી તમારો ડેટા રહેશે સુરક્ષિત

Deepfake Video: તમે ડીપફેક વીડિયો વિશે સાંભળ્યું હશે. તાજેતરના વર્ષોમાં ડીપફેક ટેક્નોલોજી એક મોટી ચિંતા બનીને ઉભરી છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ કરી કોઈ વ્યક્તિ, ખાસ કરી જાણીતી સેલિબ્રિટીના ફોટો અને વીડિયોમાં હેરફેર કરવામાં આવે છે. આ નકલી વીડિયો કે ઓડિયો ક્લિસ અસલી સમાન લાગે છે, પરંતુ તે સંપૂર્ણ રીતે નકલી હોય છે. તેને બનાવવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ  (AI)નો ઉપયોગ કરવામાં આવે છે.

હંમેશા ખોટા ઇરાદાથી બનાવવામાં આવેલા ડીપફેક વીડિયો કોઈની છબી ખરાબ કરવા, ખોટા સમાચાર ફેલાવવા કે બ્લેકમેલ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આ ટેક્નોલોજી વધવાથી તેમાં સાચા-ખોટાની ઓળખ કરવી મુશ્કેલ બની જાય છે. પૂર્વ ભારતીય ક્રિકેટર અને અભિનેત્રી રશ્મિકા મંદાના ડીપફેક વીડિયોનો શિકાર બની ચુક્યા છે. તેવામાં તમારા ડેટાને એઆઈથી સુરક્ષિત રાખવો ખુબ જરૂરી બની જાય છે. આજે અમે તમને કેટલીક ટિપ્સ જણાવીએ, જેનો ઉપયોગ કરી તમે તમારા ડેટાને ડીપફેકથી સેફ રાખી શકો છો.

ડીપફેકથી તમારા ડેટાને બચાવવાની રીત
પરંતુ ડીપફેકથી તમારો ડેટા સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખવાની કોઈ રીત નથી, પરંતુ તમે કેટલીક સાવચેતી રાખી જોખમ ઘટાડી શકો છો.

1. ડીપફેકનો શિકાર થવાથી બચવાની સારી રીત છે કે તમે બની શકે એટલા અંગત ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા કે બીજા પબ્લિક પ્લેટફોર્મ પર શેર ન કરો. જો શેર કરવા હોય તો પ્રાઇવેસી સેટિંગ્સને હાઈ રાખો.

2. તમે તમારા ઓનલાઈન એકાઉન્ટ્સ માટે મજબૂત પાસવર્ડ સેટ કરી તેની સુરક્ષા વધારી શકો છો. તેનાથી હેકર્સે તમારા ફોટો અને વીડિયો સુધી પહોંચવું મુશ્કેલ થશે. 

3. આ સાથે તમે તમારો ડેટા સેફ રાખવા માટે સારા એન્ટીવાયરસનો ઉપયોગ કરી શકે છે. આ તમારા કમ્પ્યુટરને મેલવેરથી બચાવશે જેનો ડીપફેક બનાવવામાં ઉપયોગ કરી શકાય છે.

4. ડીપફેકવાળા કન્ટેન્ટને ઓળખો. જો સોશિયલ મીડિયા પર કોઈ વીડિયો કે ફોટો તમને અસલી ન લાગે કે વીડિયોમાં કોઈ ગડબડી લાગે તો તેને શેર ન કરો. સાથે તે વીડિયો પર વિશ્વાસ ન કરો.

5. તમારા ડેટાને સુરક્ષિત રાખવા માટે તમારી તસવીરો અને વીડિયોમાં વોટરમાર્ક લગાવો. આ બીજા માટે સમસ્યા પેદા કરી શકે છે. આ તમને સુરક્ષા માટે એક્સ્ટ્રા લેયર પ્રદાન કરે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news