બજાજ પલ્સર 150 ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? જાણી લો કંપનીએ કરેલા નવા બદલાવ

ટોચની ટુ વ્હીલર નિર્માણ કંપની બજાજ ઓટો (Bajaj Auto) હવે બાઇક પલ્સર 150 (Pulsar 150)ને નવા લુકમાં લોન્ચ કરવાની છે. 

Updated By: Jul 7, 2019, 05:04 PM IST
બજાજ પલ્સર 150 ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? જાણી લો કંપનીએ કરેલા નવા બદલાવ

નવી દિલ્હી : ટોચની ટુ વ્હીલર નિર્માણ કંપની બજાજ ઓટો (Bajaj Auto) હવે બાઇક પલ્સર 150 (Pulsar 150)ને નવા લુકમાં લોન્ચ કરવાની છે. આ નવી પલ્સર 150 પહેલીવાર રોડ ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી હતી. આ પછી તેની કેટલીક તસવીરો ઓનલાઇન લિક થઈ ગઈ હતી. નવી પલ્સરમાં કંપનીએ કોસ્મેટિક અને મિકેનિકલ બદલાવની સાથેસાથે બીજા બદલાવ પણ કર્યા છે. 

નવી 2020 બજાજ પલ્સર 150 ફ્યુલ ઇન્જેક્શન સાથે આવવાની આશા છે. રોડ ટેસ્ટ દરમિયાન નવી પલ્સર 150ને રેડ કલરમાં જોવામાં આવી હતી. ઓનલાઇન લીક થયેલી તસવીરમાં બાઇકના હેડલેમ્પ કાઉલ પર નવા  ડેકલ્સ છે. બાઇકની ફ્યુઅલ ટેન્ક, સાઇડ પેનલ અને ટેઇલ સેક્શનનો લુક પણ બદલવામાં આવશે એવી આશા છે. 

નવી અપડેટેડ 150ના ફ્રન્ટમાં ડિસ્ક અને રિયરમાં ડ્રમ બ્રેક હશે. ફ્રન્ટ બ્રેક સાથે સિંગલ ચેનલ એબીએસ આપવામાં આવ્યું છે. નવી બાઇકમાં પાછળની તરફ સ્પીડ સેન્સિંગ રિંગ છે. આ બાઇકની કિંમત પણ નિયંત્રણમાં હશે. નવી લોન્ચ થનારી પલ્સર 150 એન્જિનમાં પણ ફેરફાર થવાની આશા છે. આનું એન્જિન બીએસ6 એમિશન નોર્મ પર આધાર રાખશે. નોંધનીય છે કે ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર વાહનો માટે એપ્રિલ, 2020થી બીએસ6 (BS-VI) એમિશન નોર્મ લાગુ પડશે. 

બિઝનેસના સમાચાર જાણવા માટે કરો ક્લિક...