જુલાઇમાં લોંચ થશે દમદાર SUV KONA, ફુલ ચાર્જ કર્યા બાદ ચાલશે 300 KM

સાઉથ કોરિયાની અગ્રણી વાહન નિર્માતા કંપની હુન્ડાઇ (Hyundai) ઇન્ડિયન માર્કેટમાં ઇલેક્ટ્રિક એસયીવુ કોના (SUV Kona)ને જુલાઇમાં લોન્ચ કરશે

જુલાઇમાં લોંચ થશે દમદાર SUV KONA, ફુલ ચાર્જ કર્યા બાદ ચાલશે 300 KM

નવી દિલ્હી : સાઉથ કોરિયાની અગ્રણી વાહન ઉત્પાદક કંપની હુંડાઇ (Hyundai) ભારતીય માર્કેટમાં ઇલેક્ટ્રિક એસયુવી કોના (SUV Kona) જુલાઇમાં લોન્ચ કરશે. કંપનીની ભારતમાં પહેલી ઇલેક્ટ્રીક કાર હશે. ત્યાર બાદ ફેસ્ટિવલ સીઝનને ધ્યાને રાખી કંપની પોતાનું સૌથી વધારે વેચાતી કાર ગ્રાન્ડ આઇ 10 (Grand i10) નું નવુ વેરિયન્ટ લોન્ચ કરશે. આ અંગે હુંડઇ તરપતી માહિતી આપવામાં આવી કે, હુંડાઇ ત્રણથી ચાર મહિના બાદ નવા કોમ્પેક્ટ એસયૂવી વેન્યુની નિકાસ ચાલુ કરવાની યોજના બનાવી રહી છે. 

હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો: હવે અભણ વાહન ચાલકોને નહી મળે લાયસન્સ, હશે તેના રદ્દ કરાશે
ગ્રાંડ આઇ10નું નવુ વેરિયન્ટ લોન્ચ થશે. 
હુંડાઇ મોટર્સ ઇન્ડિયા લિમિટેડ (HMIL) ના સીનિયર જનરલ મેનેજર અને ગ્રુપ હેડ (માર્કેટિંગ) પુનિત આનંદને જણાવ્યું કે, અમે ઇન્ડિયન માર્કેટ માટે પોર્ટફોલિયોમાં નવા પ્રોડક્ટ ઉમેરી રહ્યા છીએ. જેના હેઠળ જુલાઇમાં ભારતીય બજારમાં વિજથી સંચાલિત એસયુવી કોના લોન્ચ કરીશું. જો કે તેમણે ભારત માટે પ્રસ્તાવિત એસયુવી અંગે વધારે માહિતી આપી નહોતી. ત્યાર બાદ ગ્રાન્ડ આઇ10નું નવુ વેરિયન્ટ લોન્ચ કરવામાં આવશે. તેને ફેસ્ટિવલ સિઝનમાં ચાલુ થતા પહેલા બજારમાં રજુ કરવામાં આવશે. જેથી ફેસ્ટિવલ સીઝનમાં વધનારા વેચાણથી કંપનીને ફાયદો થશે. 

અરૂણ જેટલીએ PMને લખ્યો પત્ર, કહ્યું- ‘મને જવાબદારીઓથી દૂર રાખો’
વેન્યુની 20 હજારથી વધારે બુકિંગ
કેમ્પેક્ટ એસયુવી વેન્યુ (Venue) અંગે માહિતી આપતા પુનિત આનંદે જણાવ્યું કે, કાર 20 હજારથી વધારે બુકિંગ થઇ ચુક્યું છે. કારની હાલ 20 હજારમાં બુકિંગ થઇ રહ્યું છે. કાર હાલ 3થી 4 મહિનાનું વેઇટિંગ ચાલી રહ્યું છે. હાલ ચેન્નાઇ પ્લાન્ટમાં દર મહીને આશરે 7 હજાર વેન્યુ એસયુવીનું પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે. અમે આગામી સમયમાં પ્રોડક્શન વધારીશું. આગામી ત્રણ ચાર મહિનામાં દર મહિને 10 હજાર યુનિટ પ્રોડક્શન કરવાનું પ્લાનિંગ છે. ભારતમાં વેચાણ સ્થિર થયા બાદ અમે વેન્યુનું એક્સપોર્ટ સમગ્ર વિશ્વમાં કરવામાં આવશે. 

એસયુવી કોનાની આ છે ખાસીયત
એસયુવી કોનાને પહેલીવાર જીનીવા મોટર શોમાં શોકેસ કરવામાં આવી હતી. કારનાં ઇલેક્ટ્રીક મોટરની પાવર 131 બીએચપી છે. આ એન્જિયન 359 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરે છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે એકવાર ફુલ ચાર્જ  કર્યા બાદ કોના 300 કિલોમીટર ચાલશે. કારમાં 17 ઇંચ એલોય વ્હીલ, ડિજિટલ ડેશબોર્ડ, 7 ઇંચ ટચ સ્ક્રીન ઇફોટેનમેન્ટ સિસ્ટમ, હીટેંડ સીટે, એડૈપ્ટિવ ક્રુઝ કંટ્રોલ, લેન સેટરિંગ સિસ્ટમ, રિયર ક્રોસ ટ્રાફીક એલર્ટ અને ઓટોમેટિક ઇમરજન્સી બ્રેકિંગ વગેરે જેવા દમદાર ફિચર્સ હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news