WhatsApp યુઝર્સને મોટો ઝટકો, જો આ સ્માર્ટફોન વાપરતા હશો તો નહી ચાલે તમારું વોટ્સએપ
Technology News: WhatsApp યુઝર્સ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે, કારણ કે, હવે WhatsApp એ પોતાની એપને સુરક્ષિત રાખવા માટે ઘણા ફેરફાર કર્યા છે, જેના કારણે જૂના મોબાઈલ યુઝર્સને ઘણી અસર થઈ શકે છે.
Trending Photos
WhatsApp યુઝર્સ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે, કારણ કે, હવે WhatsApp એ પોતાની એપને સુરક્ષિત રાખવા માટે ઘણા ફેરફાર કર્યા છે, જેના કારણે જૂના મોબાઈલ યુઝર્સને ઘણી અસર થઈ શકે છે. એક રિપોર્ટ પ્રમાણે Samsung, Motorola, Huawei, Sony, LG અને Apple જેવી દિગ્ગજ કંપનીઓના 35 મોબાઈલ ફોન પર હવે WhatsApp અપડેટ અને સુરક્ષાની સુવિધા મળી શકશે નહી. જોકે, કંપનીએ આ ફેરફાર એપને વધુ સુરક્ષિત રાખવા માટે કર્યો છે. જેથી કેટલાક લોકોને હવે WhatsApp નો વપરાશ કરવા માટે પોતાનો મોબાઈલ ફોન ચેન્જ કરવો પડશે.
આ સ્માર્ટફોનમાં નહી મળે સપોર્ટ
WhatsApp ની નવી અપડેટ ને કારણે ઘણા જૂના ફોન હવે WhatsApp નો ઉપયોગ કરી શકશે નહી. જેમાં Samsung ના Galaxy મોડલ અને Motorola ના Moto G અને Moto X, Apple કંપનીના iPhone 6 અને iPhone SE જેવા ઘણા નવા મોબાઈલ ફોન પણ હવે WhatsApp ને સપોર્ટ કરવામાં નિષ્ફળ રહેશે. આ સાથે જ Huawei, Lenovo, Sony અને LG ના પણ ઘણા મોબાઈલને અસર થશે.
આ 35 સ્માર્ટફોનમાં નહી ચાલે તમારું WhatsApp
1. Samsung: Galaxy Ace Plus, Galaxy Core, Galaxy Express 2, Galaxy Grand. Galaxy Note 3, Galaxy S3 Mini, Galaxy S4 Active, Galaxy S4 Mini, Galaxy S4 Zoom
2. Motorola: Moto G. Moto X
3. Apple: iPhone 5, iPhone 6, iPhone6S, iPhone 6S plus, iPhone SE
4. Huawei: Ascend P6 S, Ascend G525, Huawei C199, Huawei GX1s, Huawei Y652
5. Lenovo: Lenovo 46600, Lenovo A858T, Lenovo P70, Lenovo S890
6. Sony: Xperia Z1, Zperia E3
7. LG: Optimus 4X HDm Optimus G, Optimus G Pro, Optimus L7
જણાવી દઈએ કે, WhatsApp એ જાહેરાત કરી છે કે, તેમના યુઝર્સને નવી સુવિધા અને સુરક્ષા મળતી રહે તે માટે તેમણે આ ફેરફાર કર્યા છે. જેના કારણે હવે WhatsApp તે સ્માર્ટફોનમાં ચાલી શકશે જેમાં Android 5.0 અથવા તેનાથી ઉપરનું વર્ઝન હશે. અથવા જો તમે iPhone યુઝર્સ છો તો, તમારા મોબાઈલમાં iOS 12 અથવા તેનાથી ઉપરનું વર્ઝન હોવું જોઈએ. તેનો મતલબ છે કે, યુઝર્સ હવે આ ઓપરેટિંગ સિસ્ટમ કરતા જૂની ઓપરેટિંગ સિસ્ટમ હશે તો WhatsAppનો વપરાશ કરી શકશે નહી. યુઝર્સ WhatsApp ની વેબસાઈટ પર જઈ ચેક કરી શકે છે કે, તેમાં તમારો ફોન સામેલ છે કે નહી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે