7 હજારથી ઓછી કિંમતમાં 64 GB સ્ટોરેજ અને 4 કેમેરાવાળો ફોન લોન્ચ, ફીચર છે ધાંસૂ

ફોનમાં આપવામાં આવેલો ટ્રિપલ રિયર કેમેરો અને 5000 mAh ની બેટરી તેને પોતાના સેગ્મેંટમાં ખાસ બને છે. આ ફોનને તમે ફ્લિપકાર્ટથી 6,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ ઉપરાંત ફોનમાં ફિંગરપ્રિંટ સેંસર અને ફેસ અનલોક ફીચર આપવામાં આવ્યું છે. 

7 હજારથી ઓછી કિંમતમાં 64 GB સ્ટોરેજ અને 4 કેમેરાવાળો ફોન લોન્ચ, ફીચર છે ધાંસૂ

નવી દિલ્હી: અગ્રણી મોબાઇલ નિર્માતા કંપની ઇનફીનિક્સ (Infinix Mobile) એ ઇન્ડીયામાં બુધવારે નવો સ્માર્ટફોન ઇનફીનિક્સ હોટ 8 (Infinix Hot 8) ને લોન્ચ કરી દીધો છે. ઇનફીનિક્સનો નવો ફોન બજેટ સ્માર્ટફોન છે, જેમાં તમને ઘણા બધા સારા ફીચર્સ મળશે. કંપનીએ ફોનનું ફક્ત એક જ વેરિએન્ટ બજારમાં લોન્ચ કર્યું છે. ફોનમાં 6.52 ઇંચની એચડી+ 20:9 ડ્રોપ નોચ ડિસ્પ્લે આપવામાં આવી છે. 

ફોનમાં આપવામાં આવેલો ટ્રિપલ રિયર કેમેરો અને 5000 mAh ની બેટરી તેને પોતાના સેગ્મેંટમાં ખાસ બને છે. આ ફોનને તમે ફ્લિપકાર્ટથી 6,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ ઉપરાંત ફોનમાં ફિંગરપ્રિંટ સેંસર અને ફેસ અનલોક ફીચર આપવામાં આવ્યું છે. 

કેમેરો
ઇનફીનિક્સના નવા સ્માર્ટફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 13 MP+2 MP+ VGA કેમેરા છે. સાથે જ ફોનના ફ્રંટમાં 8 MP નો AI કેમેરા આપવામાં આવ્યો છે. ફોન એંડ્રોઇડ પાઇ 9.0 પર રન કરે છે.  

બેટરી
નવી સ્માર્ટફોનમાં 5000 mAh ની દમદાર બેટરી છે, જે સારો બેકઅપ આપે છે. કંપનીનો દાવો છે કે ફૂલ ચાર્જ પર જો તમે ફોનનો નોર્મલ યૂઝ કરે છે તો આ દોઢ દિવસ સુધી ચાલશે. ફોનમાં માઇક્રો યૂએસબી પોર્ટ છે, જો કે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરતી નથી. 

પ્રોસેસ અને મેમરી
ઇનફીનિક્સ હોટ 8 માં હીલિયો P22 પ્રોસેસર છે. કંપનીએ તેની 4 GB રેમ અને 64 GB ઇન્ટરનલ મેમરીવાળું એક જ વેરિએન્ટ લોન્ચ કર્યું છે. ફોનની મેમરીને તમે માઇક્રો એસડી કાર્ડ દ્વારા 256 GB સુધી એક્સપેંડ કરી શકો છો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news