તમારા WhatsApp પર શરૂ થઇ ગઇ છે શોપિંગની સુવિધા, જલદી જાણો રીત

જી હાં, તમારા મોબાઇલ ફોનમાં હાલ વોટ્સઅપ (WhatsApp) પર શોપિંગની સિવિધા શરૂ થઇ ગઇ છે. જો તમે અત્યારે પણ વોટ્સઅપ પર ફક્ત ચેટિંગ જ કરી શકો છો તો અમે તમને જણાવીશું શોપિંગ કરવાની રીત.

તમારા WhatsApp પર શરૂ થઇ ગઇ છે શોપિંગની સુવિધા, જલદી જાણો રીત

નવી દિલ્હી: જી હાં, તમારા મોબાઇલ ફોનમાં હાલ વોટ્સઅપ (WhatsApp) પર શોપિંગની સિવિધા શરૂ થઇ ગઇ છે. જો તમે અત્યારે પણ વોટ્સઅપ પર ફક્ત ચેટિંગ જ કરી શકો છો તો અમે તમને જણાવીશું શોપિંગ કરવાની રીત. Reliance Jio એ પોતાના JioMart ની સુવિધા વોટ્સઅપ પર ઉપલબ્ધ કરાવવાનું શરૂ કરી દીધું છે. 

આ રીતે કરો શોપિંગ
- પહેલાં તમે JioMart નો વોટ્સઅપ નંબર 88500 08000 પોતાના સ્માર્ટફોનમાં સેવ કરી લો.
- નંબર સેવ કર્યા બાદ પોતાના વોટ્સઅપ કોન્ટેક્ટમાં આ નંબરને સર્ચ કરો, તેના માટે લિસ્ટને રિફ્રેશ કરવાની જરૂર પડશે. 
- હવે આ કોન્ટેક્ટ નંબર પર  'Hi' મેસેજ મોકલો.
- ત્યારબાદ જિયોમાર્ટ વોટ્સઅપ નંબર સેવ કરનાર ગ્રાહકને ચેટ વિંડો પર એક લિંક મોકલવામાં આવશે જે ફક્ત 30 મિનિટ સુધી એક્ટિવ રહેશે.
- આ લિંક પર ક્લિક કર્યા બાદ કસ્ટમરને એક નવું પેજ ઓપન કરવું પડશે જેનાપર કસ્ટમરને પોતાનું એડ્રેસ અને ફોન નંબર જેવી કેટલીક જાણકારી સેવ કરવી પડશે. 
- જરૂરી માહિતી ભર્યા બાદ જિયો માર્ટ ગ્રાહકના વોટ્સઅપ પર પોતાના ઉપલબ્ધ સામાનની એક યાદી મોકલશે.
- કસ્ટમર તે સામાનની યાદીમાંથી તે પોતાની પસંદગીનો સામન સિલેક્ટ કરી ઓર્ડર કરી મોકલી આપશે.
- ત્યારબાદ કસ્ટમર પોતાના ઓર્ડરને જણાવવામાં આવેલા નજીકના કરિયાણા સ્ટોર પરથી કલેક્ટ કરી શકશે. 

જાણકારોનું કહેવું છે કે હાલ વોટ્સઅપ પર શોપિંગની સુવિધા ફક્ત નવી મુંબઇના કેટલાક વિસ્તારોમાં, થાણે અને કલ્યાણમાં જ લાઇવ કરવામાં આવી છે. પરંતુ ખૂબ જલદી અન્ય વિસ્તારોમાં શરૂ કરવાની આશા છે. ત્યારબાદ તમે ઘરે બેઠા ચેટિંગ કરતાં તમામ સામાન ઓર્ડર કરી શકશો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news