KTM 390 Adventure: લોન્ચ થઇ KTM ની સૌથી મોંઘી બાઇક, જાણો ફીચર્સ સાથે રાઇડિંગની મજા

બજાજ ઓટો ઓસ્ટ્રેલિયન મોટરસાઇકલ નિર્માતા કંપની કેટીએમે ભારતમાં પોતાની નવી બાઇક 390 એડવેન્ચર લોન્ચ કરી છે. કેટીએમ 390 એડવેંચરની એક્સ શોરૂમ કિંમત 2.99 લાખ રૂપિયા રાખવામાં આવી છે. તમને જણાવી દઇએ કે આ BMW G310 GS થી 50 હજાર રૂપિયા સસ્તી છે જ્યારે કેટીએમ 390 ડ્યૂક કરતાં 30 હજાર રૂપિયા મોંઘી છે.

KTM 390 Adventure: લોન્ચ થઇ KTM ની સૌથી મોંઘી બાઇક, જાણો ફીચર્સ સાથે રાઇડિંગની મજા

નવી દિલ્હી: બજાજ ઓટો ઓસ્ટ્રેલિયન મોટરસાઇકલ નિર્માતા કંપની કેટીએમે ભારતમાં પોતાની નવી બાઇક 390 એડવેન્ચર લોન્ચ કરી છે. કેટીએમ 390 એડવેંચરની એક્સ શોરૂમ કિંમત 2.99 લાખ રૂપિયા રાખવામાં આવી છે. તમને જણાવી દઇએ કે આ BMW G310 GS થી 50 હજાર રૂપિયા સસ્તી છે જ્યારે કેટીએમ 390 ડ્યૂક કરતાં 30 હજાર રૂપિયા મોંઘી છે. થોડા સમય પહેલાં આ બાઇકને લોન્ચ કરવાના સમાચાર આવ્યા હતા. વર્ષ 2019માં ગોવામાં થનાર ઇન્ડીયા બાઇક વીકમાં આ બાઇકનો લુક જોવા મળ્યો હતો. 

KTM 390 Adventure ના ફીચર્સ
કેટીએમ 390 એડવેન્ચર 9,000 rpm પર 43 bhp નો પાવર અને 7,000 rpm પર 37Nmનો ટોર્ક જનરેટ કરે છે. 390 એડવેન્ચરમાં 6-સ્પીડ ટ્રાંસમિશન આપવામાં આવ્યું છે અને સાથે જ તેમાં સ્લિપર ક્લચ અને ફૂલ-કલર TFT સ્ટ્રીન આપવામાં આવી છે જોકે 390 ડ્યૂકમાં જોવા મળે છે. તેમાં ફક્ત અંતર એ છે કે 390 એડવેન્ચરમાં વધુ ટ્રાવેલ સસ્પેંશન મળે છે જેથી તેની સાથે ખૂબ એડવેન્ચર કરી શકાય. ફ્રન્ટમાં એક નોન-એડજેસ્ટેબલ WP-સોર્સ્ડ 43 mm અપસાઇડ ડાઉન ફ્રન્ટ ફોર્ક મળે છે જે 170 mmની ટાવેલ ઓફર કરે છે. આ સાથે જ તેના રિયરમાં 177 mm નું WP મોનોશોક આપવામાં આવ્યું છે. 

KTM 390 Adventure સ્પેસિફિકેસ્પેસિફિકેશન
તેમાં Bybre કેપિલર્સ સાથે ફ્રન્ટમાં એક 320 mm રોટોર અને રિયરમાં એક 230 mm ડિસ્ક આપવામાં આવી છે. આ સાથે જ તેમાં સ્ટાડર્ડ Bosch વાળી સ્વિચેબલ ABS આપવામાં આવી છે. ફ્યૂલ ટેન્કની વાત કરવામાં આવે તો તેમાં 14.5 લીટરની ટેન્ક આપવામાં આવી છે. તેનું વજન 162 kg છે, જોકે KTM 390 ડ્યૂકથી લગભગ 13 કિલોગ્રામ ભારે છે. 390 એડવેન્ચરમાં સ્વિચેબલ ટ્રૈક્શન કંટ્રોલ સિસ્ટમ પણ આપવામાં આવી છે. આ સાથે જ તેમાં અપ/ડાઉન ક્વિકશિફ્ટર પણ સ્ટાડર્ડ આપવામાં આવ્યું છે. બાઇકના ફ્રન્ટમાં 19 ઇંચનું વ્હીલ અને રિયરમાં 17 ઇંચના વ્હીલ આપવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news