વોટ્સએપનું 'આ' ખાસમખાસ ફીચર હવે FB મેસેન્જરમાં પણ મળશે
ફેસબુકે વોટ્સએપના એક મોટા ફીચરને મેસેન્જરમાં આપવાની તૈયારી કરી છે. રિપોર્ટ મુજબ મેસેન્જરની કોઈ પણ વાતચીતમાં કોટ એન્ડ રિપ્લાયનું ફિચર આપવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હી: ફેસબુકે વોટ્સએપના એક મોટા ફીચરને મેસેન્જરમાં આપવાની તૈયારી કરી છે. રિપોર્ટ મુજબ મેસેન્જરની કોઈ પણ વાતચીતમાં કોટ એન્ડ રિપ્લાયનું ફિચર આપવામાં આવશે. વોટ્સએપમાં આ ફીચર પહેલેથી જ છે. આ ફીચરનો અર્થ એ છે કે કોઈ પણ એક મેસેજનો રિપ્લાય તે જ મેસેજની નીચે કરી શકો છો તેને કોટ કરીને.
વેન્ચર બીટના એક રિપોર્ટ મુજબ આ ફીચરનો ઉપયોગ કોઈ વ્યક્તિગત મેસેન્જરના મેસેજને હોલ્ડ કરવા કરી શકાશે જે રીતે તમે વોટ્સએપમાં ઉપયોગ કરો છો. હોલ્ડ કરતી વખતે તમને રિપ્લાયનું ઓપ્શન જોવા મળશે. અહીંથી તમે ઓરિજિનલ મેસેજના રિસ્પોન્સમાં રિપ્લાય કરી શકશો અને ઓરિજિનલ મેસેજ કોટમાં જોવા મળશે. જો કે કોટ મેસેજના રિસ્પોન્સમાં કોઈ થ્રેડ નહીં મળે.
ફેસબુક મેસેન્જરમાં વોટ્સએપના અનેક ફીચર સમાવાયા છે. આ જ રીતે મેસેન્જરના ફીચર્સ પણ વોટ્સએપમાં આવ્યાં છે. કારણ કે ફેસબુક વોટ્સએપની પેરેન્ટ કંપની છે. આ ફીચર એ વાત તરફ ઈશારો કરે છે કે કંપની તરફથી જલદી ક્રોસ પ્લેટફોર્મ મેસેન્જિંગનું ઓપ્શન અપાશે.
હાલમાં જ ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગે કહ્યું હતું કે મેસેન્જર, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપને મર્જ કરવાનો પ્લાન છે. મર્જ એટલે કે ત્રણેયને ભેળવીને ક્રોસ મેસેન્જિંગ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે. જેથી કરીને મેસેન્જરથી વોટ્સએપમાં અને વોટ્સએપથી ઈન્સ્ટાગ્રામમાં મેસેજ કરી શકાય. આ જ રીતે ત્રણેય એપથી કોઈ પણ પણ એપ પર મેસેજ કરી શકાય.
મેસેન્જરના આ નવા ફીચરનો સ્ક્રીનશોટ વેન્ચરબીટે બહાર પાડ્યો છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આ ફીચર બધાને ક્યારથી આપવામાં આવશે. હજુ હાલમાં જ મેસેન્જરમાં ડાર્ક મોડનું ફીચર આપવામાં આવ્યું છે. તેને અનેબલ કરવા માટે કોઈ પણ ચેટમાં મૂનની ઈમોજી મોકલવાની હોય છે. ત્યારબાદ યૂઝરને ડાર્ક મોડ ઓન અને ઓફ કરવાનું ઓપ્શન આપવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે