ચાર મહિનામાં જ Xiaomiએ બનાવ્યો મોટો રેકોર્ડ, જાણીને તમને થશે આશ્ચર્ય

ચાઇનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી (Xiaomi)એ ભારતીય માર્કેટમાં મોટો રેકોર્ડ બનાવ્યો છે

ચાર મહિનામાં જ Xiaomiએ બનાવ્યો મોટો રેકોર્ડ, જાણીને તમને થશે આશ્ચર્ય

નવી દિલ્હી : ચાઇનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી (Xiaomi)એ ભારતીય માર્કેટમાં મોટો રેકોર્ડ બનાવ્યો છે. કંપની તરફથી માહિતી આપવામાં આવી છે કે ભારતીય માર્કેટમાં માત્ર ચાર મહિનામાં 'રેડમી નોટ 5' સિરિઝના 50 લાખ મોબાઇલ વેચાઈ ચૂક્યા છે. કંપની તરફથી માહિતી મળી છે કે 'રેડમી નોટ 5' (Redmi Note 5) અને 'રેડમી નોટ 5 પ્રો' (Redmi Note 5 Pro) ભારતીય ગ્રાહકો વચ્ચે ઝડપથી લોકપ્રિય થઈ રહ્યા છે અને એમઆઇ પ્રશંસકો પાસેથી તેમને બહુ પ્રેમ મળી રહ્યો છે. 

'રેડમી નોટ 5' (Redmi Note 5) અને 'રેડમી નોટ 5 પ્રો' (Redmi Note 5 Pro) સિરિઝને કંપનીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં લોન્ચ કર્યો્ હતો. 3 જીબી રેમ અને 32 જીબી ઇન્ટરનલ મેમરીવાળા 'રેડમી નોટ 5'ની કિંમત 9,999 રૂ. છે. આ સિવાય 4 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ મેમરીવાળા મોબાઇલની કિંમત 11,999 રૂ. છે. આ સ્માર્ટફોનમાં '18:9 ફુલ એચડી પ્લસ' ડિ્સ્પ્લે, 4,000 mAh બેટરી અને 12 MP રિયર કેમેરા તેમજ એલઇડી સેલ્ફી લાઇટની સુવિધા છે. 

'રેડમી નોટ 5 પ્રો'ના 4 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ મેમરીવાળા સ્માર્ટફોનની કિંમત 13,999 રૂ. છે. આ સિવાય 6  જીબી રેમ અને 64 જીબી ઇ્ન્ટરનલ મેમરીવાળા ફોનની કિંમત 16,999  રૂપિયા છે. આમાં '18:9 ફુલ એચડી પ્લસ' ડિસ્પ્લે, ડ્યુઅલ રિયર કેમેરા સિસ્ટમ (12 MP અને 5 MP), 20 MPનો સેલ્ફી કેમેરા, ફેસ અનલોક ઓપ્શન તથા સ્નેપડ્રેગન 636 પ્રોસેસર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news