48MP કેમેરા સાથે આવી રહ્યો છે Nokia G50 ફોન, જાણો કિંમત અને ફીચર્સ
Nokia G50 સાથે જોડાયેલી તાજા જાણકારી ટિપ્સ્ટર Roland Quandt એ શેર કરી છે. રિપોર્ટ પ્રમાણે અપકમિંગ નોકિયા જી 50 સ્માર્ટફોન 5જી કનેક્ટિવિટી સાથે આવશે.
Trending Photos
નવી દિલ્હીઃ સ્માર્ટફોન મેકર HMD ગ્લોબલ એક નવી ડિવાઇસ Nokia G50 પર કામ કરી રહ્યું છે. પાછલા દિવસોમાં નોકિયા મોબાઇલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટે ભૂલથી ફોનની ડિટેલ્સ પબ્લિશ કરી દીધી હતી. કંપનીની G સિરીઝ હેઠળ પહેલાથી Nokia G10 અને Nokia G20 જેવી ડિવાઇસ આવે છે. નવા ફોનમાં કંપની પંચ-હોલ કટઆઉટની જગ્યાએ વોટરડ્રોપ નોચ આપી શકે છે. લોન્ચ પહેલા આ ફોનની કિંમત, સ્પેસિફિકેશન અને ડિઝાઇન ઓનલાઇન લીક થઈ છે.
Nokia G50 સાથે જોડાયેલી તાજા જાણકારી ટિપ્સ્ટર Roland Quandt એ શેર કરી છે. રિપોર્ટ પ્રમાણે અપકમિંગ નોકિયા જી 50 સ્માર્ટફોન 5જી કનેક્ટિવિટી સાથે આવશે. ફોટોગ્રાફી માટે તેમાં 48 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવી શકે છે. નવા લીકથી ખ્યાલ આવે છે કે Nokia G50 માં 6.82-ઇંચની IPS પેલન હશે જે 720 x 1640 પિક્સલની ફુલ એચડી+ રિઝોલ્યુશનની સાથે આવશે. આ પહેલા આવેલા ટીઝરમાં Nokia G50 ને બ્લૂ અને મિડનાઇટ સન કલર ઓપ્શનમાં આવી શકે છે.
આ પણ વાંચોઃ ફાયદાનો વરસાદ! દરરોજ 3GB ડેટા અને 499 રૂપિયાનું Disney+ Hotstar ફ્રી, કિંમત છે 500થી ઓછી
બજેટ ડિવાઇસ હશે નોકિયા જી50
Nokia G50 એક બજેટ ડિવાઇસ હોઈ શકે છે કારણ કે તેમાં એન્ટ્રી-લેવલ ક્વાલકોમ સ્નેપડ્રેગન 480 પ્રોસેસર મળવાની સંભાવના છે. પાછળની તરફ સ્માર્ટફોનમાં સક્રુલર મોડ્યૂલ ત્રિપલ રિયર કેમેરા સેટઅપ હોઈ શકે છે. રિયર કેમેરામાં 48 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર, 5MP અલ્ટ્રા-વાઇડ એન્ગલ લેન્સ અને 2MP ડેપ્થ સેન્સર મળી શકે છે. સેલ્ફી માટે 8MP નો સેલ્ફી શૂટર મળી શકે છે. ફોનનો કેમેરો 30fps 1080p વીડિયો રેકોર્ડિંગ સપોર્ટ કરશે.
નોકિયા જી50 એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. તેમાં 4,850mAh ની બેટરી મળી શકે છે. આ સિવાય કંપની 2 વર્ષના સોફ્ટવેર અપગ્રેડ અને 3 વર્ષની સિક્યોરિટી અપડેટ આપી શકે છે. કનેક્ટિવિટી માટે તેમાં વાઈ-ફાઈ 5, બ્લૂટૂથ 5.0, એનએફસી, એક યૂએસબી-સી પોર્ટ અને એક 3.5 મિમી ઓડિયો જેક જેવા ફીચર્સ મળી શકે છે. Nokia G50 ની કિંમત 259/269 યૂરો (લગભગ 22,500 રૂપિયા) હોઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે