‘મહિલાઓ અને બાળકો સામે ઓનલાઇન દૂરપયોગ સમાજ માટે સંકટ’
મહિલાઓ અને બાળકોની સામે ઓનલાઇન દુરપયોગની વધતી પ્રવૃત્તિઓ આપણા સમાજ માટે સંકટ રૂપ બની રહ્યું છે
Trending Photos
નવી દિલ્હી: સોશિયલ મીડિયાના વધુ ઉપયોગ અને તેના પર દેખરેખ રાખવાની ઉણપના કારણે આજે મહિલાઓ અને બાળકોની સામે ઓનલાઇન દુરપયોગની વધતી પ્રવૃત્તિઓ આપણા સમાજ માટે સંકટ રૂપ બની રહ્યું છે. સેંટર ફોર સીએસઆર એન્ડ સસ્ટેનેબિલિટી એક્સેલેંસ (સીસીએરઇ)ના ચેરમેન ડૉ. સૌમિત્રો ચક્રવર્તીએ આ વાત કરી હતી. બાળકોને સાઇબર ધમકીનો શિકાર બનવાના સંદર્ભમાં સૌમિત્રૌ ચક્રવર્તીએ કહ્યું હતું કે, ‘‘બાળકોને ઓનલાઇન ધમકાવવામાં આવે છે. કેટલાક બાળકો અજાણતામાં પોતે શિકાર બની જતા હોય છે. જેમ કે, બ્લૂ વ્હેલ અને મોમો ચેલેંજ જેવા સોશિયલ મીડિયા ગેમ આપણા બાળકોની લાઇફને સંકટમાં મુકી રહ્યા છે.’’
મહિલાઓ અને બાળકો માટે એક સુરક્ષિત ઓનલાઇન સ્થાન બનાવવાના વિષય પર ટોક શો ‘ડી-ટોક’નું આયોજન કરવામાં આવ્યું હતું. ‘માય સેફ સ્પેસ’ નામની ફ્લેગશિપ ટોક શોના ઉદેશ્ય મહિલાઓને ઓનલાઇન ટ્રોલિંગ અને દુર્વ્યવહારની વધતી પ્રવૃત્તિઓને ખુલ્લી કરવાનું છે. નોનપ્રોફિટ સંસ્થા સેંટર ફોર સીએસઆર એન્ડ સસ્ટેનેબિલિટી એક્સેલેંસએ નેહરૂ મેમોરિયલ સંગ્રાહાલય અને પુસ્તકાલયમાં ટોક શો ‘ડી-ટોક’નું આયોજન કર્યુ હતું.
ટોક સત્રનો એજન્ડા ઑનલાઇન ક્ષેત્રમાં મહિલાઓ અને બાળકો દ્વારા જોવા મળતા મોટા પ્રકારના ગુના પર ભાર મૂકવો અને સ્ત્રીઓ અને કાનૂની પદ્ધતિઓના અધિકારો અંગે ભલામણો આપવાનું હતું. આ શોમાં ક્લિનિકલ સાયકોલૉજિસ્ટ અને એક્ટિવિસ્ટ ડૉ. જયંતી દત્તા, એડવોકેટ પ્રશાંત માલી મુંબઇ હાઇકોર્ટ, એડવોકેટ પવન દુગ્ગલ સુપ્રીમ કોર્ટ, સાઇબર સુરક્ષા નિષ્ણાત રક્ષિત ટંડનને ચર્ચા સત્રમાં ભાગ લીધો હતો.
ડૉ. જયંતી દત્તાએ માતા-પિતાને સોશિયલ મીડિયાની લતના વિશેષ ચિન્હો જોવાના સૂચન આપ્યા હતા. ઉદાહરણ તરીકે જો તમારો બાળક પોતાના ફોનનો ખૂબ શોખીન લાગે છે અને તેના વ્યવહારમાં ફેરફાર દેખાઇ રહ્યો છે. સામાજિક વાતચીત ઓછી થઇ રહી છે ત્યારે માતા-પિતાએ ધ્યાન આપવું જોઇએ. તમે બધા જ જાણો છો કે બાળકો સાઇબર ક્રાઇમ સંકટના દાયરમાં હોય શકે છે.
તેમણએ મોમો અને કીકી જેવી રમતોના કારણે બાળકો પર નકારાત્મક પ્રભાવ પડવાનો ઉલ્લેખ કર્યો છે. સાઇબર નિષ્ણાત પવન દુગ્ગલે કહ્યું હતું કે, ‘‘એક રાષ્ટ્રના રૂપમાં આપણે સાઇબર ધમકીના મામલાના નિયંત્રિત કરવા માટે પૂરતા કામ કર્યા નથી. આ કારણેથી સાઇબર ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. ’’
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સાઇબર ધમકી સ્કૂલ કલ્ચરનો ભાગ બની રહ્યાં છે અને આ રીતે તેમની માનસિકતાની તપાસ કરવવાની આવશ્યક્તા છે. તેમણે દર્શકોને વર્ચુઅલ દૂનિયામાં બુદ્ધિમાન દોસ્ત પસંદ કરવું જોઇએ. માય સેફ સ્પેસ પર ડી-ટોકમાં વ્યવસાયિક, માતા-પિતા અને યુવાઓનો સમાવેશ થાય છે. જેમાં લગભગ 300 લોકો હાજર રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે