મોરબી માળિયા હાઇવે પર પેટ્રોલ પંપમાં લૂંટ, સમગ્ર ઘટના CCTVમાં થઇ કેદ

મોરબી માળિયા હાઇવે પર આવેલા પેટ્રોલ પંપમાં લૂટની ઘટના સામે આવી છે.

Updated By: Sep 16, 2018, 10:22 AM IST
મોરબી માળિયા હાઇવે પર પેટ્રોલ પંપમાં લૂંટ, સમગ્ર ઘટના CCTVમાં થઇ કેદ

હિમાંશુ ભટ્ટ/મોરબી: મોરબી માળિયા હાઇવે પર આવેલા પેટ્રોલ પંપમાં લૂટની ઘટના સામે આવી છે. આ ઘટના શુક્રવાર રાત્રી દરમિયાનની છે, જેમાં મોરબી નજીક આવેલા મહાદેલ પેટ્રોલપંપ પર મોડી રાત્રે ત્રણ જેટલા અજાણ્યા શખ્શોએ પંપના કર્મચારીઓને માર મારીને લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જે સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. જ્યારે પેટ્રોલ પંપના માલિકો દ્વારા કોઇ પણ પ્રકારની ફરિયાદ કરવામાં આવી નથી.