OPPO Reno5 Lite 5G સ્માર્ટફોન જલદી થશે લોન્ચ, જાણો કિંમત અને ખાસિયત
ઓપ્પો રેનો5 લાઇટ 5G સ્માર્ટફોન માર્કેટમાં જલદી એન્ટ્રી કરી શકે છે. આ ફોન ગીકબેંચ પર લિસ્ટ થી ચુક્યો છે. ઓપ્ટોના આ નવા ફોનમાં 48 મેગાપિક્સલનો કેમેરો અને 30 વોલ્ટ ફાસ્ટ ચાર્જિંગ જેવા ફીચર મળી શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ ઓપ્પો આજકાલ પોતાના નવા સ્માર્ટફોન Reno5 Lite 5G ને લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. રિપોર્ટસ પ્રમાણે કંપની આ ફોનને ચીનમાં લોન્ચ કરશે. હાલમાં માય સ્માર્ટ પ્રાઇઝે આ અપકમિંગ સ્માર્ટફોનને બેંચમાર્કિંગ વેબસાઇટ ગીકબેંચ પર સ્પોટ કર્યો છે. આ લિસ્ટમાં ફોનના ખાસ સ્પેસિફિકેશન સામે આવ્યા છે. ગીકબેંચ લિસ્ટિંગ અનુસાર આ ફોનનો મોડલ નંબર PELM00 છે. ગીકબેંચના સિંગલ કોર ટેસ્ટમાં આ ફોનને 585 પોઈન્ટ મળ્યા છે. તો મલ્ટી-કોર ટેસ્ટમાં આ ફોનને 1706 પોઈન્ટ મળ્યા છે.
ઓપ્પો રેનો5 લાઇટ 5G માં મળી શકે છે આ ફીચર
આ ફોનમાં 1080x2400 પિક્સલ રેઝોલ્યુશનની સાથે 6.43 ઇંચની ફુલ એચડી+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોન પંચ-હોલ ડિસ્પ્લે ડિઝાઇન અને પાતળા બેજલ અને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સરથી લેસ હોઈ શકે છે. ડિસ્પ્લેનો આસ્પેક્ટ રેશિયો 20:9 રહેવાની આશા છે.
આ ફોન 8જીબી રેમ અને 128જીબીના ઇન્ટરનલ સ્ટોરેજની સાથે માર્કેટમાં રજૂ થઈ શકે છે. પ્રોસેસર તરીકે કંપની તેમાં Dimensity 800U ચિપસેટ ઓફર કરી શકે છે. ફોટોગ્રાફીની વાત કરીએ તો ફોનમાં એલઈડી ફ્લેશની સાથે ક્વોડ રિયર કેમેરા સેટઅપ મળી શકે છે.
તેમાં 48 મેગાપિક્સલના પ્રાઇમરી સેન્સરની સાથે એક 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એન્ગલ લેન્સ, એક 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ અને એક 2 મેગાપિક્સલનો ડેપ્થ શૂટર આપવામાં આવી શકે છે. સેલ્ફી માટે આ ફોનમાં 16 મેગાપિક્સલનો કેમેરો મળી શકે છે.
બેટરીની વાત કરીએ તો આ ફોન 30 વોટના ફાસ્ટ ચાર્જિંગથી લેસ 4,220mAh ની બેટરી સાથે આવી શકે છે. આ ફોન એન્ડ્રોયડ 11 ઓએસ પર કામ કરશે અને કનેક્ટિવિટી માટે તેમાં ડ્યૂલ બેન્ડ વાઈ-ફાઈ, બ્લૂટૂથ 5.1, એનએફસી, 5G, 3.5mm હેડફોન જેક અને યૂએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર આપવામાં આવ્યા છે. ફોનની કિંમત 20 હજાર રૂપિયા આસપાસ રહી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે