Oppo એ લોન્ચ કર્યો રોલેબલ ડિસ્પ્લેવાળો કોન્સેપ્ટ ફોન, AR Glass પણ કર્યો રજૂ

ફોનની ડિસ્પ્લે 6.7 ઇંચ છે, પરંતુ આ ટ્રાંસફોર્મ થઇને 7.4 ઇંચ થઇ શકે છે. જેવી જ સ્ક્રીન મોટી થાય છે તે મુજબ સોફ્ટવેર પણ એડજસ્ટ થઇ જાય છે. મલ્ટી ટાસ્કિંગ માટે આ ફીચર ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે.

Oppo એ લોન્ચ કર્યો રોલેબલ ડિસ્પ્લેવાળો કોન્સેપ્ટ ફોન, AR Glass પણ કર્યો રજૂ

નવી દિલ્હી: ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની ઓપ્પો (Oppo)એ પોતાની વાર્ષિક કોન્ફ્રેંસમાં મંગળવારે રોલેબલ ડિસ્પ્લેવાળો એક કોન્સેપ્ટ સ્માર્ટફોન OPPO X 2021 પરથી પડદો ઉઠાવ્યો અને તેને દુનિયા સમક્ષ રજૂ કર્યો. આ સાથે જ કંપનીએ ઓગુમેંટેડ રિયલિટી પર આધારિત AR Glass 2021 ને પણ રજૂ કર્યો.  Oppo X 2021 કોન્સેપ્ટ સ્માર્ટફોન વિશે વાત કરીએ તો એક OLED પેનલ છે, જેને યૂઝ કરતી વખતે જો તમે ઇચ્છો તો બહારની તરફ ખેંચી શકો છો. 

કંપનીના અનુસાર ઓપ્પો એક્સ 2021 રોલેબલ કોન્સેપ્ટ હેંડસેટ તેના આરએન્ડડી વિભાગની નવી ઉપલબ્ધિ છે. તેમાં ફ્લેક્સિબલ ડિસ્પ્લે ઉપરાંત સ્ટ્રક્ચરલ સ્ટ્રેકિંગ છે, જેમાં યૂઝર્સને નેચરલ ઇંટરેક્ટિવ એક્સપીરિએન્સ મળશે. ઓપ્પો એઆર ગ્લાસ 2021 એક કોમ્પેક્ટ તથા અલ્ટ્રા લાઇટ ડિવાઇસ છે અને આ પોતાના પૂર્વવર્તી કરતાં 75 ટકા હળવો છે. તેમાં ડાઇવર્સ સેંસર લગાવેલા છે. આ સ્ટીરિયો ફિશઆઇ કેમેરા, એક ટેઓએફ (ટાઇમ ઓફ ફ્લાઇટ) સેંસર તથા એક આરજીબી કેમેરા છે.  

ફોનની ડિસ્પ્લે 6.7 ઇંચ છે, પરંતુ આ ટ્રાંસફોર્મ થઇને 7.4 ઇંચ થઇ શકે છે. જેવી જ સ્ક્રીન મોટી થાય છે તે મુજબ સોફ્ટવેર પણ એડજસ્ટ થઇ જાય છે. મલ્ટી ટાસ્કિંગ માટે આ ફીચર ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે. આ સ્માર્ટફોન સાથે સારી વાત એ હશે કે તમે તેના મુજબ સ્ક્રીનની સાઇઝ કરી કરી શકો છો. 

કંપની તેના સ્પેસિફિકેશન્સ અને લોન્ચ ડેટ વિશે હજુ કોઇ જાણકારી આપી નથી. Oppo AR Glass 2021 પણ કોન્સેપ્ટ છે. તેમાં આપવામાં આવેલા ખાસ ફીચર્સની વાત કરીએ તો અહીં લોકલ મેપિંગ અને જેસ્ટર ટ્રેકિંગ આપવામાં આવ્યા છે. Oppo AR Glass 2021માં સ્ટીરિયો ફિશ આઇ કેમેરા આપવામાં આવ્યા છે. તેના સહારે જેસ્ચર રિકોગ્નેશન થશે. તેમાં એક RGB કેમેરા અને ટાઇમ ઓફ ફ્લાઇટ સેંસર આપવામાં આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news