ભારતમાં આવતીકાલે લોન્ચ થશે દમદાર સ્માર્ટફોન Poco C3, જાણો કિંમત અને સ્પેસિફિકેશન્સ
ચીની સ્માર્ટફોન કંપની Xiaomi સબ-બ્રાંડ પોકો ભારતમાં પોતાનો નવો ફોન Poco C3 લોન્ચ કરવા માટે તૈયાર છે. આ ફોન ભારતમાં 6 ઓક્ટોબરના રોજ બપોરે 12 વાગે લોન્ચ કરવામાં આવશે. Xiaomi એ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ ફોનના લોન્ચિંગ વિશે જાણકારી શેર કરી છે.
Trending Photos
નવી દિલ્હી: ચીની સ્માર્ટફોન કંપની Xiaomi સબ-બ્રાંડ પોકો ભારતમાં પોતાનો નવો ફોન Poco C3 લોન્ચ કરવા માટે તૈયાર છે. આ ફોન ભારતમાં 6 ઓક્ટોબરના રોજ બપોરે 12 વાગે લોન્ચ કરવામાં આવશે. Xiaomi એ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ ફોનના લોન્ચિંગ વિશે જાણકારી શેર કરી છે. પરંતુ કંપનીએ પોકો સી3ના સ્પેસિફિકેશન્સ વિશે જાણકારી આપી નથી. માનવામાં આવી રહ્યું છે કા ફોન જૂનમાં મલેશિયામાં લોન્ચ થયેલા Redmi 9C રીબ્રાંડેડ આવૃતિ રહેશે. તમને જણાવી દઇએ કે ભારતમાં Poco C3 ને ઇકોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર લોન્ચ કરવામાં આવે છે. ફ્લિપકાર્ટએ તેના માટે એક ડેડિકેટેડ પેજ પણ લાઇવ કર્યું છે.
અત્યાર સુધી તેની કિંમત અને સેલની તારીખનો ખુલાસો કરવામાં આવ્યો છે. જોકે તાજેતરમાં Poco C3 ના લીકથી ખબર પડે છે કે આ ફોન 4જીબી + 64જીબી સ્ટેરેજ વેરિએન્ટમાં આવશે, જેની ભારતમાં કિંમત 10,990 રૂપિયા હશે.
સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો માનવામાં આવે છે કે Redmi 9C રીબ્રાંડેડ કરી Poco C3 નામથી રજૂ કરવામાં આવી રહ્યો છે. એવામાં Redmi 9C ના સ્પેસિફિકેશન્સ પર નજર કરીએ તો આ સ્માર્ટફોન 6.53 ઇંચ એલસીડી ડોટ ડ્રોપ ડિસ્પ્લે સાથે આએ છે. તેમાં ઓક્ટાકોર મીડિયાટેક હીલિયો જી35 પ્રોસેસર સાથે 4જીબી સુધી રેમ આપવામાં આવી છે.
આ ફોન ટ્રિપલ રિયલ કેમેરા સેટઅપથી સજ્જ છે. તેમાં 13 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા છે. આ ઉપરાંત 2 મેગાપિક્સલનો માઇક્રો કેમેરા અને એક 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં એફ/2.2 અપર્ચરવાળો 5 મેગાપિક્સલનો કેમેરા છે. તેની બેટરી 5,000 એમએચની છે અને આ 10 વોટ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે