Realme 6 Pro અને Realme 6 ભારતમાં લોન્ચ, જાણો તેની કિંમત અને ખાસિયત


રિયલમીએ ભારતમાં પોતાની નવી Realme 6 સિરીઝ લોન્ચ કરી દીધી છે. કંપનીએ આ સિરીઝ હેઠળ  Realme 6 અને Realme 6 Pro સ્માર્ટફોન લોન્ચ કર્યાં છે.


 

Realme 6 Pro અને Realme 6 ભારતમાં લોન્ચ, જાણો તેની કિંમત અને ખાસિયત

નવી દિલ્હીઃ રિયલમીએ ભારતમાં પોતાની નવી Realme 6 સિરીઝ લોન્ચ કરી દીધી છે. કંપનીએ આ સિરીઝ હેઠળ  Realme 6 અને Realme 6 Pro સ્માર્ટફોન લોન્ચ કર્યાં છે. Realme 6 Proની શરૂઆતી કિંમર 16,999 રૂપિયા છે. આ કિંમત 6જીબી અને 64જીબી સ્ટોરેજવાળા મોડલની છે. તો Realme 6ની શરૂઆતી કિંમત 12,999 રૂપિયા છે. આ કિંમત 4GB રેમ અને 64GB વાળા વેરિયન્ટની છે.  ealme 6 Proનો પ્રથમ સેલ ફ્લિપકાર્ટ અને realme.com પર 13 માર્ચે બપોરે 12 કલાકે શરૂ થશે. તો Realme 6નો પ્રથમ સેલ 11 માર્ચે બપોરે 12 કલાકે શરૂ થશે. 

Realme 6 અને Realme 6 Pro ની કિંમત અને ઓફર
રિયલમી 6 સિરીઝના બંન્ને સ્માર્ટફોન 3 વેરિયન્ટમાં છે. Realme 6 Proના 6 જીબી રેમ અને 64જીબી સ્ટોરેજ વાળા વેરિયન્ટની કિંમત 17,999 રૂપિયા છે. જ્યારે 8જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ વાળા વેરિયન્ટની કિંમત 18,999 રૂપિયા છે. Flipkart પર આ સ્માર્ટફોનના પહેલા સેલ દરમિયાન એક્સિસ બેન્કના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. Realme 6ના 4જીબી રેમ અને 64જીબી સ્ટોરેજ વાળા વેરિયન્ટની કિંમત 14,999 રૂપિયા છે. જ્યારે 8જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ વાળા વેરિયન્ટની કિંમત 15,999 રૂપિયા છે. 

આ છે  Realme 6ના સ્પેસિફિકેશન્સ
Realme 6 સ્માર્ટફોન કોમેટ વાઇટ અને કોમેટ બ્લૂ કલર ઓપ્શનમાં આવ્યો છે. ફોનમાં 6.5 ઇંચની પંચ-હોલ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનો સ્ક્રીન-ટૂ-બોડી રેશિયો 90.5 ટકા છે. Realme 6 માં MediaTek Helio G90T પ્રોસેસર આપવામાં આવ્યું છે. 
Realme 6ના રિયરમાં ક્વોડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ફોનની પાછળ 64 મેગાપિક્સલનો મેન કેમેરો આપવામાં આવ્યો છે. આ સિવાય ફોનના બેકમાં 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એન્ગલ લેન્સ, 2 મેગાપિક્સલનો પોટ્રેટ લેન્ચ અને 2 મેગાપિક્સલનો મેક્રો લેન્ચ આપવામાં આવ્યો છે. ફોનમાં 16 મેગાપિક્સલનો ઇન-ડિસ્પ્લે સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે, જેમાં  AI બ્યૂટી મોડ, પોટ્રેટ મોડ, HDR સેલ્ફી મોડ આપવામાં આવ્યો છે. Realme 6માં 4,300 mAhની બેટરી અને 30W ફ્લેશ ચાર્જર આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે ફોનની બેટરી 0થી 100 ટકા 60 મિનિટમાં ચાર્જ થઈ શકે છે. 

Realme 6 Proના સ્પેસિફિકેશન્સ
જો  Realme 6 Proની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં 6.6 ઇંચની ડ્યૂલ પંચ-હોલ ડિસ્પ્લે આપવામાં આવી છે. તેનો સ્ક્રીન-ટૂ-બોડી રેશિયો 90.6 ટકા છે. ફોનમાં ડ્યૂલ ફ્રન્ટ કેમેરા છે. ફોનના ફ્રન્ટમાં 16 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો અને 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એન્ગલ કેમેરો આપવામાં આવ્યો છે.  Realme 6 Pro લાઇટનિંગ બ્લૂય, લાઇટનિંગ ઓરેન્જ કલર ઓપ્શનમાં આવ્યો છે. ફોનમાં 90Hz અલ્ટ્રા સ્મૂદ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોન કોર્નિગ ગોરિલ્લા ગ્લાસ 5થી પ્રોટેક્ટેડ છે. 

90Hz ના બેકમાં 4 કેમેરા હશે. બેકમાં પ્રાઇમરી કેમેરો 64 મેગાપિક્સલનો હશે. આ સિવાય ફોનની પાછળ 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ-એન્ગલ લેન્સ, 20X હાઇબ્રિડ જૂમની સાથે 12 મેગાપિક્સલનો ટેલીફોટો લેન્સ અને મેક્રો લેન્સ હશે. ફોનમાં અપગ્રેડેટ Nightscape 3.0 આપવામાં આવ્યું છે. Realme 6 Proમાં ક્વોલકોમ સ્નેડ્રેગન 720G પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ પ્રોસેસરની સાથે આવનારો આ વિશ્વનો પ્રથમ સ્માર્ટફોન છે. Realme 6 Proમાં સુપર લાઇનર સ્પીકર આપવામાં આવ્યા છે. સાથે આ ફોન ઇસરોના NAVIC સેટેલાઇટ સિસ્ટમને સપોર્ટ કરશે. Realme 6 Pro માં 4,300 mAhની બેટરી આપવામાં આવી છે. તેમાં 30Wનું ફ્લેશ ચાર્જર આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે આ ફોન 60 મિનિટમાં ફુલ ચાર્જ થાય છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news