Jio Recharge Plan: જિયો યૂઝર્સ આનંદો! રિલાયન્સ જિયોના આ 5 સસ્તા રિચાર્જ પ્લાન વિશે જાણો, 200 રૂપિયાથી શરૂ

મોબાઈલ યૂઝર્સ માટે એક સસ્તો રિચાર્જ પ્લાન શોધવો એ પહેલા કરતા થોડું મુશ્કેલ બની ગયું છે. જિયો ટેરિફ પ્લાનના હાઈક બાદ પણ તમને સસ્તા રિચાર્જ પ્લાન 200 રૂપિયાથી ઓછામાં ઓફર કરે છે તો તેના બેનિફિટ ખાસ ચેક કરી લો.

Jio Recharge Plan: જિયો યૂઝર્સ આનંદો! રિલાયન્સ જિયોના આ 5 સસ્તા રિચાર્જ પ્લાન વિશે જાણો, 200 રૂપિયાથી શરૂ

જુલાઈ મહિનાની શરૂઆતમાં જ પ્રાઈવેટ ટેલિકોમ કંપનીઓએ પોતાના રિચાર્જ પ્લાનના  ભાવ વધારી દીધા. ત્યારે આવામાં મોબાઈલ યૂઝર્સ માટે એક સસ્તો રિચાર્જ પ્લાન શોધવો એ પહેલા કરતા થોડું મુશ્કેલ બની ગયું છે. જિયો ટેરિફ પ્લાનના હાઈક બાદ પણ તમને સસ્તા રિચાર્જ પ્લાન 200 રૂપિયાથી ઓછામાં ઓફર કરે છે તો તેના બેનિફિટ ખાસ ચેક કરી લો. અહીં અમે તમારી સગવડ માટે થઈને જિયોના 5 જેટલા રિચાર્જ પ્લાન જણાવીશું જે સૌથી સસ્તા છે. આ મોબાઈલ રિચાર્જ પ્લાનની કિંમત 300થી ઓછી પડશે. 

જિયોના 5 સસ્તા રિચાર્જ પ્લાન

1. 199 રૂપિયાવાળો પ્લાન
જિયોના આ પ્લાનની વેલિડિટી 18 દિવસની છે. જેમાં તમને કુલ 27GB, (1.5 GB/day) ડેટા મળશે. આ પ્લાનમાં તમને કોલિંગ અનલિમિટેડ મળશે. તથા રોજના 100 એસએમએસ મળશે. આ પ્લાન સાથે તમને જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું સબસ્ક્રિપ્શન ફ્રી મળશે. 

209 રૂપિયાવાળો પ્લાન
જિયોના આ પ્લાનની વેલિડિટી 22 દિવસની છે. જેમાં તમને કુલ 22GB (1GB/day) ડેટા મળશે. આ પ્લાનમાં પણ કોલિંગ અનલિમિટેડ મળે છે. તથા 100 એસએમએસ રોજના મળે છે. પ્લાનમાં તમને જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું સબસ્ક્રિપ્શન ફ્રી મળશે. 

239 રૂપિયાવાળો પ્લાન
જિયો યૂઝર્સ માટે આ પ્લાનમાં વ22 દિવસી વેલિડિટીમાં તમને 33GB (1.5 GB/day) ડેટા મળી રહેશે. તદઉપરાંત કોલિંગ અનલિમિટેડ અને રોજના 100 એસએમએસ તો ખરા જ. જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું સબસ્ક્રિપ્શન મળશે. 

249 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં તમને વધુ દિવસની વેલિડિટી મળશે. જિયો યૂઝર્સને 28 દિવસની વેલિડિટીવાળા આ પ્લાનમાં કુલ 28GB (1GB/day) ડેટા મળશે. કોલિંગ અનલિમિટેડ અને 100 એસએમએસ રોજના મળશે. આ પ્લાનમાં તમને જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું સબસ્ક્રિપ્શન મળશે. 

299 રૂપિયાવાળો પ્લાન
આ પેકની વેલિડિટી પણ 28 દિવસની છે જેમાં તમને  42GB (1.5 GB/day) ડેટા મળી રહેશે. જ્યારે કોલિંગ તમને અનલિમિટેડ અને રોજના 100 એસએમએસ પણ મળશે. આ પ્લાનમાં પણ તમને જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું સબસ્ક્રિપ્શન મળશે. 

કયો રિચાર્જ પ્લાન કોના માટે
જે યૂઝર્સ કોલિંગ અને ડેટા બેનિફિટ માટે રિચાર્જ પ્લાન જોઈતા હોય તો જિયોના આ 5 પ્લાન બેસ્ટ છે. વધુ ડેટા સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા ઓછા ભાવમાં જોઈતી હોય તો 199 રૂપિયાવાળો રિચાર્જ પ્લાન સિલેક્ટ કરી શકો છો. જો કે આ પ્લાનની વેલિડિટી તમને બીજા કરતા ઓછી મળશે. જો તમને 18 દિવસની વેલિડિટી ઓછી લાગતી હોય તો 22 દિવસવાળા રિચાર્જ પ્લાનને પસંદ કરી શકો. જો કેઆ પ્લાન માટે તમારે 209 રૂપિયા ખર્ચવા પડશે અને ડેટા પણ ઓછો ઉપયોગ કરવા મળશે. વધુ ડેટા માટે તમે 239 રૂપિયાવાળો પ્લાન એજ વેલિડિટી પર પસંદ કરી શકો છો. જો તમને એવા રિચાર્જ પ્લાનની જરૂર હોય કે જે મહિનો ચાલે તો તમે ઓછા ડેટા સાથે 249 રૂપિયાવાળો રિચાર્જ પ્લાન પસંદ કરી શકો છો. પણ જો તમને ડેટા અને વેલિડિટી બંને વધુ જોઈએ તો તમે 299 રૂપિયાવાળો પ્લાન પસંદ કરી શકો છો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news