Airtel અને Jio ના ગ્રાહકોને મોટો ઝટકો, કંપની લેશે નિરાશ કરતો નિર્ણય

એરટેલ અને રિલાયન્સ જિયોના યૂઝર્સને જલદી મોટો ઝટકો લાગવાનો છે. જો તમે પણ જિયો કે એરટેલના યૂઝર્સ છો તો આ સમાચાર તમને પરેશાન કરી શકે છે. રિપોર્ટ અનુસાર તમારૂ મોબાઇલ બિલ જલદી વધવાની છે. 

Airtel અને Jio ના ગ્રાહકોને મોટો ઝટકો, કંપની લેશે નિરાશ કરતો નિર્ણય

નવી દિલ્હીઃ Airtel અને Reliance Jio ના ગ્રાહકોને જલદી ઝટકો લાગવાનો છે. જો તમે પણ જિયો કે એરટેલના ગ્રાહક છો તો આ સમાચાર તમને પરેશાન કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર તમારૂ મોબાઇલ બિલ ઝડપથી વધી શકે છે, કારણ કે દેશની મુખ્ય ટેલીકોમ કંપનીઓ દ્વારા ટેરિફમાં 10 ટકા સુધીના વધારાની આશા છે. જેફરીઝ (બિઝનેસ ઇનસાઇડરના માધ્યમથી) વિશ્લેષકો અનુસાર ભારતી એરટેલ અને રિલાયન્સ જિયોના ટેરિફમાં FY23, FY24 અને FY25ના Q4 માં લગભગ 10 ટકાના આધાર પર સમય-સમયે વૃદ્ધિ જોવા મળશે.

કંપનીમાં સંભવિત વધારાનો શ્રેય કંપનીની આવક અને માર્જિન પર વધતા દબાવને આપી શકાય છે. સપ્ટેમ્બરમાં એરટેલ, જિયો અને વોડાફોન-આઈડિયા બધાએ એવરેજ આવક પ્રતિ યૂઝર્સમાં મધ્યમ લાભ જોયો, જે એક ટેલીકોમ કંપનીના પ્રદર્શનને માપવામાં એક મુખ્ય મેટ્રિક છે. 

 પહેલાં જ સસ્તા પ્લાન બંધ કરી ચુક્યું છે એરટેલ
એરટેલે પહેલાથી જ સસ્તા પ્લાન બંધ કરવાનું શરૂ કરી દીધુ છે. કંપનીએ કેટલાક ક્ષેત્રોમાં 99 રૂપિયાનો પ્લાન બંધ કરી દીધો છે, જેને કંપનીની ગ્રામિણ વિસ્તાર યોજનાને અનુરૂપ લોન્ચ કરવામાં આવ્યો હતો. મન પ્રમાણે પરિણામ મળવાની જગ્યાએ, વિશ્લેષકોનું માનવું છે કે આ રણનીતિથી માર્જિનને વધુ નુકસાન થવાની સંભાવના છે, કારણ કે એરટેલનું એબિટડા માર્જિન પહેલા ક્વાર્ટરના 43.7 ટકાથી ઘટી બીજા ક્વાર્ટરમાં 36.9 ટકા થઈ ગયું હતું. 

ટેરિફમાં વધારાથી બજારમાં સ્પર્ધા વધી શકે છે કારણ કે નંબર પોર્ટેબિલિટીની માંગ પહેલાથી વધી રહી છે. બીજી તરફ રિપોર્ટ અનુસાર કુલ ગ્રાહકોની સંખ્યા સ્થિર રહી છે. 

કંપનીઓ દ્વારા દેશમાં 5જી નેટવર્ક માટે ટેરિફની જાહેરાત કરવાની છે અને વર્તમાનમાં કેટલાક ક્ષેત્રમાં કંપની યૂઝર્સને સર્વિસ આપી રહી છે. 5જી નેટવર્કથી દેશભરમાં ઝડપી ઈન્ટરનેટ સ્પીડ મળવાની આશા છે. જિયોની યોજના 2023ના અંત સુધી ભારતના દરેક શહેરને કવર કરવાની છે. Jio True 5G વર્તમાનમાં દિલ્હી-એનસીઆર, મુંબઈ, કોલકત્તા, વારાણસી, ચેન્નઈ, બેંગલુરૂ, હૈદરાબાદ, પુણે, નાથદ્વારા અને ગુજરાતના તમામ 33 જિલ્લાના મુખ્યાલયોમાં જિયો વેલકમ ઓફરની સાથે ઉપલબ્ધ છે.

એરટેલે દાવો કર્યો છે કે આ વર્ષના અંત સુધી, દરેક મુખ્ય મહાનગરોમાં 5જી સર્વિસ શરૂ કરવામાં આવશે અને આગામી વર્ષના અંત સુધી ભારતના દરેક મુખ્ય શહેરોમાં 5જી કવરેજ હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news