પહેલા મોંઘો કર્યો, હવે 200 રૂપિયા સસ્તો કર્યો! Jio એ ચૂપચાપ રી-લોન્ચ કર્યો આ લોકપ્રિય પ્લાન!

Reliance Jio New Plan: રિલાયંસ જિયોના આ પ્લાનમાં રોજના 100 SMS અને અનલિમિટેડ કોલની સુવિધા પહેલાની જેમ મળે છે. એટલે કે તમે ઈચ્છો એટલી વખત વાત કરી શકો છો અને 100 SMS રોજના મોકલી શકો છો.

પહેલા મોંઘો કર્યો, હવે 200 રૂપિયા સસ્તો કર્યો! Jio એ ચૂપચાપ રી-લોન્ચ કર્યો આ લોકપ્રિય પ્લાન!

Reliance Jio New Plan: જો તમારા મોબાઈલમાં રિલાયંસ જિયોનું સીમ છે તો અહેવાલ તમારા કામનો છે. થોડાક સમય પહેલા મુકેશ અંબાણીની કંપની રિલાયંસ જિયોએ મોબાઈલ રિચાર્જના ટેરિફની કિંમતમાં વધારો કર્યો હતો. પરંતુ થોડાક જ સમય બાદ કંપની ચુપચાર 999 રૂપિયાવાળો પ્રીપેડ પ્લાનને પાછો લઈને આવી હતી. જુલાઈ 2024માં આ પ્લાનની કિંમત વધારીને કંપનીએ 1199 રૂપિયા કરી દીધી હતી. પરંતુ નવા પ્લાનને ઘણા બીજા ફાયદાઓ  સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. સૌથી મોટો ફેરફાર તેની વેલિડિટીને લઈને કરવામાં આવ્યો છે. પહેલા પ્લાનની વેલડિટી કંપની તરફથી 84 દિવસની હતી, પરંતુ હવે તેણે વધારીને 98 દિવસ કરવામાં આવી છે. એટલે હવે તેમાં 14 દિવસ વધારાની વેલિડીટી મળશે.

3GB નહીં તમને મળશે 2GB ડાટા પ્રતિદિન
અગાઉ આ પ્લાનમાં કંપની તરફથી રોજના 3જીબી ડેટા આપવામાં આવતો હતો. પરંતુ હવે પ્લાન રી લોન્ચ થયો તો તેણે ઘટાડીને 2જીબી કરી દેવામાં આવ્યો. આખા પ્લાનમાં તમને કુલ 192જીબી ડેટા મળશે, જે પહેલા 252જીબી મળતો હતો. ભલે રોજ મળનારો ડેટા ઓછો થઈ ગયો છે, તેમ છતાં 999 રૂપિયાવાળા પ્લાનમાં તમને અનલિમિટેડ 5G ડેટાનો ફાયદો મળે છે. જો તમે એવા વિસ્તારમાં રહો છો જ્યાં Jio ની True 5G સર્વિસ છે અને તમારી પાસે 5જી ફોન છે તો તમે આ પ્લાનની સાથે અનલિમિટેડ 5જી ડેટાનો ઉપયોગ કરી શકો છો.

100 SMS અને અનલિમેટેડ કોલ
જીઓ તરફથી આ પ્લાનને 'Hero 5G' નામ આપવામાં આવ્યું છે. આ નામ 349 રૂપિયાવાળા પ્લાનની સાથે પણ શેર કરવામાં આવ્યો છે, જે સૌથી ઓછી કિંમતવાળા અનલિમિટેડ 5જી વાળો પ્લાન છે. રિલાયંસ જિયોના આ પ્લાનમાં રોજના 100 એસએમએસ અને અનલિમિટેડ કોલની સુવિધા પહેલાની જેમ મળે છે. એટલે કે તમે ઈચ્છો એટલી વાત કરી શકો છો અને 100 મેસેજ રોજના મોકલી શકો છો. આ મામલામાં એરટેલનો 979 રૂપિયાવાળો પ્લાન પણ જીઓથી ઓછો ઉતરતો નથી, તેમાં પણ યૂઝરને આ સુવિધાઓ મળે છે.

જિયોએ 999 રૂપિયાવાળા પ્લાનને પાછો લાવીને સારી ગેમ રમી છે. આ પ્લાન તે યૂઝર્સ માટે ફાયદાકારક છે જે ઓછો ડેટની સાથે વધારે દિવસ ચાલનારા પ્લાન અને અનલિમિટેડ 5જી સર્વિસ ઈચ્છે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news