Jio ગ્રાહકો માટે મોટી ખુશ ખબરી: જિયો આ મુદ્દે બની ચુકી છે નંબર વન કંપની

રિલાયન્સ જીયો સાથે જોડાયેલા ગ્રાહકો માટે મોટી ખુશખબરી છે, 2018નાં પ્રથમ ત્રિમાસિકમાં જીયો ફીચર ફોન માર્કેટમાં ટોપ પર

Jio ગ્રાહકો માટે મોટી ખુશ ખબરી: જિયો આ મુદ્દે બની ચુકી છે નંબર વન કંપની

નવી દિલ્હી : રિલાયન્સ જિયો (Reliance Jio) સાથે જોડાયેલા ગ્રાહકો માટે મોટી ખુશખબરી છે. એક રિપોર્ટ સામે આવ્યો છે કે, વર્ષ 2018નાં પહેલા ત્રિમાસિકમાં જિયો ફોન (Jio Phone) ફીચર ફોન માર્કેટમાં સૌથી ટોપ પર છે. ગ્લોબલ ફીચર ફોન માર્કેટમાં 15 ટકાની હિસ્સેદારી સાથે જિયો ફોનની સૌથી મોટી હિસ્સેદારી છે. બજારમાં હિસ્સેદારીમાં જિયોફોન બાદ નોકિયા એચએમડી, આઇટેલ, સેમસંગ અને ટેક્નોનો નંબર છે. 

ફીચર ફોન બજારમાં 38 ટકાની તેજી
કાઉન્ટરપોઇન્ડની તરફથી ઇશ્યું કરાયેલા રિપોર્ટમાં રિલાયન્સ જીયો ફોનનાં વેચાણમાં ઉછાળો અને નોકિયા એચએમડી બજારમાં પરત ફરવાનાં કારણે 2018નાં પહેલા ત્રિમાસિકમાં ફિચર ફોનનાં બજારમાં 38 ટકાનો ઉછાળો જોવાયો છે. નોકિયા એચએમડીનાં બજારમાં 14 ટકાની હિસ્સેદારી છે, બીજી તરફ આઇટેલની 13 ટકા હિસ્સેદારી છે. તે ઉપરાંત સેમસંગ અને ટેક્નોની 6 ટકા હિસ્સેદારી છે. 

દર વર્ષે 50 લાખ ફિચર ફોનનું વેચાણ
માર્કેટ રિસર્ચ ફર્મની તરફથી કહેવામાં આવ્યું છે કે અત્યારે પણ વિશ્વમાં દરવ ર્ષે 50 લાખ ફીચર ફોનનું વેચાણ થાય છે. એક આંકડા અનુસાર વિશ્વમાં બે બિલિયન (2 કરોડ) ફીચર ફોન યુઝર્સ છે. અત્યારે પણ ફીચર ફોનનું મોટુ માર્કેટ છે. ઘણા લોકો એવા છે જે સ્માર્ટફોનનાં બદલે ફીચર ફોનને ખરીદવાનું પસંદ કરે છે. તેનો અંદાજ તેનાં પરથી જ લગાવી શકાય છે કે 2018માં વિશ્વમાં થયેલા ફિચર ફોનનું વેચાણ 43 ટકા વેચાણ માત્ર ભારતમાં જ થયું છે. 

રિસર્ચ ફર્મે તેમ પણ કહ્યું કે કેટલાક ફીચર ફોન યુઝર ડિજીટલ, ઇખોનોમિક અને અશિક્ષણ સામે પણ જજુમી રહ્યા છે. જે કારણે તે મોંઘાં સ્માર્ટ ફોન અને તેનાં ડેટા પેકને સરળતાથી હેન્ડલ નથી કરી શકતા. ફર્મની તરફથી કહેવામાં આવ્યું હતું ક અત્યારે પણ મોબાઇલ ઇન્ડસ્ટ્રીનાં ફીચર ફોન માર્કેટમાં ઘણી ગુંઝાઇશછે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news