117 ધારાસભ્યોનાં સમર્થન સાથે કર્ણાટકમાં કુમાર'સ્વામી'

ફ્લોરટેસ્ટ પહેલા ભાજપ નેતા યેદિયુરપ્પાએ સદનમાં કહ્યું કે, જો કુમારસ્વામીએ ખેડૂતોનું દેવું માફ નહી કરે તો 28મી મેનાં રોજ સમગ્ર રાજ્યવ્યાપી બંધ આહ્વાહીત કરશે

117 ધારાસભ્યોનાં સમર્થન સાથે કર્ણાટકમાં કુમાર'સ્વામી'

બેંગ્લોર : કર્ણાટકનાં મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ શુક્રવારે વિધાનસભામાં 117 ધારાસભ્યોનાં સમર્થનની સાથે બહુમતી સાબિત કરી દીધી. ધ્વનિમતથી બહુમતીનો પ્રસ્તાવ પાસ થયો હતો. તેની પહેલા ભાજપે સદનમાંથી વોકઆઉટ કર્યું હતું. ત્રણ દિવસ જુની કોંગ્રેસ જેડીએસ સરકારની તરફથી વિધાનસભામાં શુક્રવારે વિશ્વાસમત્તનો પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો. કુમારસ્વામીએ વિશ્વાસમત્ત રજુ કરતા જ ભાજપે સદનમાંથી વોકઆઉટની જાહેરાત કરી દીધી હતી. 
પાર્ટીનાં નેતા બીએસ યેદિયુરપ્પાએ સદનમાં કહ્યું કે જો એચડી કુમારસ્વામીએ ખેડૂતોનું દેવું માફ નહી કરે તો અમે 28મેનાં રોજ સમગ્ર રાજ્યમાં બંધનું આહ્વાન કરીશું. 

કોંગ્રેસનાં ખાતામાં ગઇ સ્પીકરની સીટ
અગાઉ કોંગ્રેસનાં રમેશ કુમારને સર્વસંમતીથી વિધાનસભા અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. કુમારની પસંદગીની તરત પછી કુમારસ્વામીએ વિધાનસભામાં એક લાઇનનો પ્રસ્તાવ રજુ કર્યો. ગઠબંધનનાં પક્ષમાં પુરતી બહુમતી હોવાનાં કારણે 58 વર્ષીય કુમારસ્વામીને શક્તિપરિક્ષણમાં જીત મળી ગઇ હતી. કુમારસ્વામીએ બુધવારે રાજ્યનાં મુખ્યમંત્રી પદનાં શપથ લઇ લીધા હતા. 

28મી મેનાં રોજ રાજ્યવ્યાપી બંધનું આહ્વાન
સદનમાંથી  વોકઆઉટ કર્યા બાદ ભાજપનાં નેતા આર.અશોકે પત્રકારોને જણાવ્યું કે, અમે ખેડૂતોનું દેવું માફ કરવા માટેની અપાયેલી છુટને ધ્યાને રાખીને વિધાનસભાની બહાર વોકઆઉટ કર્યું, તેમણે કહ્યું કે, પાર્ટી 28મી મેનાં રોજ રાજ્યવ્યાપી બંધનું આહ્વાહન કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news