ટૂંક સમયમાં આવી રહ્યો છે Samsung નો સ્માર્ટફોન, 'ઇંફિનિટી ડિસ્પ્લે' સાથે થશે લોંચ
Trending Photos
નવી દિલ્હી: ઓનલાઇન સ્માર્ટફોન બજારનો એક મોટો ભાગ પ્રાપ્ત કરવા માટે સેમસંગે આગામી અઠવાડિયે એક નવા ગેલેક્સી સ્માર્ટફોન લાંચ કરવાની યોજના બનાવી છે, જે 'ઇંફિનિટી ડિસ્પ્લે'થી સજ્જ થશે. ઉદ્યોગ સૂત્રોએ શુક્રવારે જણાવ્યું કે ગેલેક્સી ડિવાઇસ ઓનલાઇન એક્સક્લૂસિવ હશે. તેમાં સુપર એમોલેડ ડિસ્પ્લેની સાથ 4 જીબી રેમ અને 64 જીબી ઓનબોર્ડ સ્ટોરેજ હશે.
બીજી ઓનલાઇન એક્સક્લૂસિવ સ્માર્ટફોન હશે
ઔદ્યોગિક દિગ્ગજનો આ બે મહિનામાં બીજા ઓનલાઇન એક્સક્લૂસિવ સ્માર્ટફોન હશે. આ મહિનાની શરૂઆતમાં કંપનીએ ગેલેક્સી ઓન6 ઓનલાઇન લોંચ કર્યો હતો, જોકે એક્સક્લૂસિવ રૂપથી કોઇ ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર વેચાનાર મધ્યમ ખંડનું 'ઇંફિનિટી ડિસ્પ્લે' સાથે પહેલો સ્માર્ટફોન હતો. સેમસંગ ઇંડિયાએ પોતાના તાજેતરમાં લોંચ મધ્યમ ખંડના સ્માર્ટફોન ગેલેક્સી J8 અને J6ની 20 લાખથી વધુ યૂનિટ્સનું વેચાણ કર્યું છે. કંપનીના અનુસાર તેને ગેલેક્સી J6 અને J8ની દરરોજ 50,000થી વધુ ફોનનું વેચાણ કર્યું.
ગેલેક્સી J8ને 1 જુલાઇએ લોંચ કર્યો હતો
ગેલેક્સી J6ને 22મે ના રોજ લોંચ કરવામાં આવ્યો હતો અને ગેલેક્સી J8ને 1 જુલાઇએ લોંચ કરવામાં આવ્યો હતો. કાઉંટર પોઇન્ટ રિસર્ચે જણાવ્યું હતું કે દક્ષિણ કોરિયાઇ દિગ્ગજે વર્ષ 2018ના બીજા ત્રિમાસિકમાં શ્યાઓમીને પાછળ છોડતાં 29 ટકા બજાર ભાગીદારી કરી હતી.
(ઇનપુટ એજન્સીમાંથી)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે