ટ્રિપલ રિયર કેમેરા સાથે Samsung Galaxy A70 લોન્ચ, જાણો કિંમત અને અન્ય ફીચર્સ
Samsung Galaxy A70ની કિંમત 28990 રૂપિયા છે, આ સ્માર્ટફોન 20 થી 30 એપ્રિલ વચ્ચે પ્રી-બુકિંગ માટે ઉપલબ્ધ હશે.
Trending Photos
ગુરુગ્રામઃ સેમસંગે ભારતીય બજારમાં ગેલેક્સી એ70 (Samsung Galaxy A70) લોન્ચ કર્યો છે. ગેલેક્સી સિરીઝનો આ છઠ્ઠો સ્માર્ટફોન છે. તમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. કંપનીએ તેની કિંમસ 28,990 રૂપિયા રાખી છે. આ સ્માર્ટફોન 20 થી 30 એપ્રિલ વચ્ચે પ્રી-બુકિંગ માટે ઉપલબ્ધ થશે. આ ફોનમાં 6.7 ઇંચની ફુલ HD+Super AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. ક્વોલકમ સ્પૈનડ્રૈગન 675 પ્રોસેસરથી લેશ આ ફોનની મેમરી 128 જીબી છે. માઇક્રો એસડી કાર્ડની મદદથી મેમરી 512 જીબી સુધી વધારી શકાય છે. RAM 6GB છે.
અન્ય વિશિષ્ટતાઓ
આ ફોનમાં ટ્રિપલ રિયર કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રાઇમરી સેન્સર 32 મેગાપિક્સલ છે, જેની મદદથી સુપર સ્લોમોશન વીડિયો સરળતાથી શૂટ કરી શકાય છે. યૂઝરો દ્વારા જલ્દી બેટરી ડાઉનની ફરિયાદને ધ્યાનમાં રાખતા કંપનીએ આ ફોનમાં 4500 mAhની બેટરી આપી છે, જે સુપરફાસ્ટ ચાર્જિંગ ક્ષમતાથી લેસ છે.
(ફોટો સાભારઃ ટ્વીટર)
કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, જે ગ્રાહકોએ પ્રી-બુક કર્યું છે, તે સેમસંગ યૂ ફ્લેક્સને માત્ર 999 રૂપિયામાં ખરીદી શકે છે. યૂ ફ્લેક્સ એક પ્રીમિયર બ્લૂટૂથ ડિવાઇસ છે, જેની વાસ્તવિક કિંમત 3799 રૂપિયા છે. સેમસંગ ઈન્ડિયાના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને મુખ્ય માર્કેટિંગ અધિકારી રંજીતજીત સિંહે કહ્યું, અમે હાલમાં લોન્ચ કરેલ ગેલેક્સી એ લાઇનને લોન્ચ બાદ અભૂતપૂર્વ સફળતા મળી છે. તેના લોન્ચ બાદ 40 દિવસમાં 50 કરોડ ડોલર મૂલ્યનું વેચાણ થયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે