Samsung એ લોન્ચ કર્યા 10 હજારથી ઓછી કિંમતનો ફોન, ફીચર્સ છે જોરદાર

Samsung એ M સીરીઝમાં Galaxy M01 અને M11 અને પછી Galaxy M01s સ્માર્ટફોનને ભારતમાં લોન્ચ કરી દેવામાં આવ્યા છે. તેની કિંમત 9,999 રૂપિયા રાખવામાં આવી છે. આ બજેટ સેગમેંટમાં આવ્યો છે.

Samsung એ લોન્ચ કર્યા 10 હજારથી ઓછી કિંમતનો ફોન, ફીચર્સ છે જોરદાર

નવી દિલ્હી: Samsung એ M સીરીઝમાં Galaxy M01 અને M11 અને પછી Galaxy M01s સ્માર્ટફોનને ભારતમાં લોન્ચ કરી દેવામાં આવ્યા છે. તેની કિંમત 9,999 રૂપિયા રાખવામાં આવી છે. આ બજેટ સેગમેંટમાં આવ્યો છે. કિંમત અને સ્પેસિફિકેશનની દ્રષ્ટિએ સેમસંગના નવા સ્માર્ટફોનનો મુકાબલો Realme Narzo 10A અને Redmi 8 સાથે રહેશે. આવો જાણીએ આ બજેટ સ્માર્ટફોનમાં તમને શું નવું અને ખાસ મળશે.

નવા Galaxy M01s, 3GB રેમ + 32GB સ્ટોરેજ વેરિએન્ટને સાથે મળશે. આ ફોનમાં લાઇટ બ્લૂ અને ગ્રે કલર ઓપ્શન મળશે. તેનાથી વધુ સેમસંગના નવા સ્માર્ટફોનમાં ડુલ રિયર કેમેરા સેટઅપ અને 4000 એમએએચની બેટરી મળે છે.   

ફોનમાં રિયર માઉન્ટ ફિંગરપ્રિંટ સેંસર મળે છે. M01s માં 6.2 ઇંચની HD+ ડિસ્પ્લે લાગેલી છે, જેનું રિઝોલ્યૂવેશન 720x1,280 પિક્સલ છે. આ ફોન બે કલર વેરિએન્ટ અને સિંગલ સ્ટોરેજ વેરિએન્ટમાં મળે છે. સોફ્ટવેરની વાત કરીએ તો આ એંડ્રોઇડ 10 બેસ્ડ OneUI Core પર કામ કરે છે. તેના બીજા ફીચર્સની વાત કરીએ તો તેમાં ડોલ્બી એટમોસ ટેક્નોલોજી અને પ્રી લોડેડ સેમસંગ હેલ્થ એપ આપવામાં આવી છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news