ભૂલતા નહી, નહીંતર પસ્તાશો : ઉનાળામાં સ્માર્ટફોન બોમ્બની જેમ ફાટશે, આ ન કરો 5 ભૂલો

smartphone care tips: સ્માર્ટ ફોનમાં આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે એ જાણી લેવું જરૂરી છે કે મોબાઈલની બેટરીમાં આગ કેમ લાગે છે શું છે તેના કારણો આવો જોઈએ. છેલ્લા કેટલાક વર્ષોમાં મોબાઈલની બેટરીમાં બ્લાસ્ટ થતા અથવા તો આગ લાગતા યુઝર ઘાયલ થયા હોય એવા ઘણા બનાવો બન્યા છે. 

ભૂલતા નહી, નહીંતર પસ્તાશો : ઉનાળામાં સ્માર્ટફોન બોમ્બની જેમ ફાટશે, આ ન કરો 5 ભૂલો

Smartphone care tips: ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. આ સમયે સ્માર્ટફોનની બેટરી રહેતી ન હોવાથી લોકો વારંવાર ફોન ચાર્જ કરે છે. એ સમયે સ્માર્ટફોન ગરમ થઈ જાય છે. તમે બાઈકમાં જતા હો અને ઉપરના ખિસ્સામાં ફોન હોય તો પણ તે ગરમ થઈ જાય છે. સ્માર્ટફોનનો ઉપયોગ કરતા લોકોએ હાલમાં સાવચેતી રાખવાની જરૂર છે.  સ્માર્ટ ફોનમાં આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે એ જાણી લેવું જરૂરી છે કે મોબાઈલની બેટરીમાં આગ કેમ લાગે છે શું છે તેના કારણો આવો જોઈએ. છેલ્લા કેટલાક વર્ષોમાં મોબાઈલની બેટરીમાં બ્લાસ્ટ થતા અથવા તો આગ લાગતા યુઝર ઘાયલ થયા હોય એવા ઘણા બનાવો બન્યા છે. આપના ફોનની બેટરીમાં આગ લાગવાના કેટલાક મુખ્ય કારણો છે એ જાણી લેશો એટલે આપના ફોનનું આયુષ્ય વધી જશે. 

પુરૂષો પોતાની પત્ની કરતાં પારકી સ્ત્રી કેમ લાગે વધુ આકર્ષક, આ રહ્યું સાચું કારણ
યુવકોને કુંવારી યુવતીઓ કરતા પરિણીત મહિલાઓમા વધુ રસ, કારણો જાણશો તો ચોંકી જશો
Vish Yoga: શનિ-ચંદ્ર યુતિથી બનશે અશુભ વિષ યોગ, આ 2 રાશિઓ પર તૂટશે મુસિબતનો પહાડ!
વરરાજા મંડપ છોડીને ભાગ્યો તો કન્યા 20 કિમી સુધી પીછો કરી દાદાગીરીથી કર્યા લગ્ન

આ છે સ્માર્ટફોન ફાટવાના 5 કારણો

 વધુ પડતો વપરાશ
સ્માર્ટ ફોનનો રફ યૂઝ ન માત્ર મોબાઈલની બોડી પરંતુ બેટરીને પણ નુકસાન પહોંચાડી શકે છે. ડેમેજ બેટરીના મેકેનિકલ કે કેમિકલ કેન્પોનેન્ટસને હેમ્પર કરી શકે છે. અસંતુલનથી શોર્ટ સર્કિટ, ઓવરહિટીંગ અને અન્ય કારણ થઈ શકે છે જેનાથી સ્માર્ટફોનમાં વિસ્ફોટ થઈ શકે છે કે આગ લાગી શકે છે.

 ચિપસેટનું ઓવરલોડિંગ
ગેમિંગ અને મલ્ટી-ટાસ્કિંગ સાથે વધુ ઉપયોગના કારણે સ્માર્ટ ફોન જલ્દી ગરમ થઈ શકે છે. ગરમીનું મુખ્યકારણ પ્રોસેસર છે. ડિવાઈસને સુરક્ષિત રાખવા માટે બનાવનાર સુરક્ષા માટે ઘણી કૂલીંગ મશીન જોડે છે. જો કે આપને લાગતું હોય કે તે બહુ જ ગરમ થઈ રહ્યું છે તો સ્માર્ટ ફોનને થોડી મીનિટો માટે બંધ કરવાની સલાહ આપવામાં આવે છે.

ઓવરહીટિંગ 
સ્માર્ટ ફોનની બેટરીને એક નિશ્ચિત તાપમાનમાં કામ કરવા માટે ડિઝાઈન કરાઈ હોય છે. આપના સ્માર્ટ ફોનને નિયમિત રૂપે વધુ તાપમાનના સંપર્કમાં લાવતા બેટરીને લાંબા ગાળે નુકસાન થઈ શકે છે. તડકો કે બંધ કારમાં લાંબા સમય સુધી રહેવા પર પણ સ્માર્ટ ફોન ગરમ થઈ શકે છે. વધુ ગરમી પકડી લેતા બેટરી સેલ્સ અનસ્ટેબલ થઈ જાય છે અને કાર્બન ડાયોક્સાઈડ તેમજ ઓક્સિજન જેવા ગેસ ઉત્પન્ન થાય છે. જેથી સ્માર્ટ ફોનમાં વિસ્ફોટ થઈ શકે કે આગ લાગી શકે છે.

ઓવર ચાર્જિંગ 
ઘણાં સ્માર્ટફોન યૂઝર્સ પોતાના ફોનને આખી રાત ચાર્જિંગ પર મુકી રાખે છે જેના કારણે ઓવરહિટીંગ થઈ શકે છે. આવું કરવાથી લાંબા સમયે બેટરીને નુકસાન થતું હોવાનું તારણ છે અને ઘણી વખત શોર્ટ-સર્કિટના કારણે વિસ્ફોટ પણ થઈ શકે છે. 

 થર્ડ પાર્ટી ચાર્જર
હંમેશા પોતાના સ્માર્ટફોનને ઓરિજનલ કેબલ અને એડપ્ટરથી ચાર્જ કરવાની સલાહ આપવામાં આવે છે. કોઈ અન્ય બ્રાન્ડનો ઉપયોગ કરવાથી આપના સ્માર્ટ ફોનની બેટરી ખરાબ થઈ શકે છે. થર્ડ પાર્ટી ચાર્જિંગ કેબલ અને એડપ્ટર ડિવાઈસને વધુ ગરમ કરી શકે છે અને બેટરીમાં શોર્ટ-સર્કિટનું કારણ બની શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news