બદલવા જઇ રહ્યું છે Facebook, જો લુક પસંદ ન આવ્યો હોય તો આ પ્રકારે મેળવો જુનુ વર્ઝન
Trending Photos
અમદાવાદ : Facebook દ્વારા પોતાના ક્લાસિક લુકને આ મહિનાથી બંધ થઇ રહ્યો છે, પરંતુ ઘણા લોકો એવા પણ છે જેમને આ ફેસબુકની નવી ડિઝાઇન પસંદ નથી આવી રહી. કારણ કે ઘણા યુઝર્સ આ નવી ડિઝાઇનમાં કન્ફ્યુઝ થઇ જાય છે. તેમને ખ્યાલ નથી આવતો કે કઇ રીતે આનો ઉપયોગ કરવાનો છે. જો તમે ઇચ્છો તો Chrome Extension ની મદદથી ફેસબુકનાં classic look ને સરળતાથી પરત લાવી શકો છો. આ ક્રોમ એક્સટેંશનનું નામ છે OLD LAYOUT. તેની મદદથી યુઝર કોઇ કોન્ફિગરેશનનાં વેબ પ્લેટફોર્મ પર ફેસબુકનાં જુના ક્લાસિક લુકનો ઉપયોગ કરી શકે છે.
કઇ રીતે કામ કરે છે?
ફેસબુકની જુની ડિઝાઇનને પરત લાવવા માટે તમારે બસ એટલું કરવું પડશે કે એક્સટેંશન માટે અધિકારીક વેબસાઇટ https://oldlayout.com પર જાઓ અને અહીંથી પોતના ક્રોમ બ્રાઉઝર પર ઇન્સ્ટોલ કરો. ઇંસ્ટોલ કર્યા બાદ તમને કેટલીક કોન્ફિગર કરવા અથવા કોઇ પણ સેટિંગમાં જવાની જરૂર નથી. બસ ફેસબુકને ઓપન કરો, તમે જોશો કે નવા લુકનાં બદલે તમારો ક્લાસીક લુક પરત આવી જશે.
ઓલ્ડ લે આઉટના ડેવલપર્સના અનુસાર આ એક્સટેંશનનાં કામ કરવાની પદ્ધતી ખુબ જ સરળ છે. આ એક્સટેંશન જુની ડિઝાઇનને પરત લાવવા માટે પ્લેટફોર્મનાં સોર્સ કોડ સાથે કંઇ પણ નથી કરતું, પરંતુ ફેસબુકને લાગે છે કે તમે ક્રોમને જુના વર્જનનો ઉપયોગ કરી રહ્યા છો, જેને ફેસબુકની નવી ડિઝાઇલ સપોર્ટ નથી કરતી.
માટે યુઝરને એક્સટેંશનનો ઉપયોગ કરતા સમયે પોતાની સ્ક્રીન પર બ્રાઉઝરને અપડેટ કરવા સાથે જોડાયેલા પોપ અપ નોટિફિકેશન પણ દેખાય છે. તમને આ નોટિફિકેશનને હાઇડ કરી શકો છો. કારણ કે તમને બ્રાઉઝરને અપડેટની જરૂર નથી, બસ તે માત્ર ફેસબુકને લાગે છે તેને અપડેટની જરૂર નછી. આ પ્રકારે જો તમને ફેસબુકની નવી ડિઝાઇન પસંદ ન આવે તો તેને Old Layout ક્રોમ એક્સટેંશનની મદદથી ફરીથી ઉપયોગ કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે