TV જોનારાઓ માટે ખરાબ સમાચાર, કેબલ-DTH ઓપરેટર બંધ કરશે તમારું સેટ-ટોપ બોક્સ!

TV જોનારાઓ માટે ખરાબ સમાચાર, કેબલ-DTH ઓપરેટર બંધ કરશે તમારું સેટ-ટોપ બોક્સ!

ટૂંક સમયમાં જ TV જોવા માટે નિયમોમાં ઘણા ફેરફાર થવાના છે. ચેનલ્સના ભાવને લઇને પહેલાં જ ટ્રાઇ નિયમ જાહેર કરી ચૂકી છે. એક તરફ જ્યાં 1 ફેબ્રુઆરીથી ચેનલ્સના પેક ખરીદીને તમે ટીવી જોઇ શકશો. તો બીજી તરફ કેબલ ઓપરેટર્સ તમારું સેટ-ટોપ બોક્સ બંધ કરવાની તૈયારી કરી રહી છે. જોકે આ સરકારના આદેશનુસાર થઇ રહ્યું છે. ટૂંક સમયમાં નો યોર કસ્ટમર (કેવાઇસી) ન કરાવનાર ગ્રાહકોને ટીવી સેટ-ટોપ બોક્સ બંધ કરી દેવામાં આવશે. ફક્ત ઓપરેટર્સે આ અંગે પોતાના ગ્રાહકોને SMS મોકલવાનું શરૂ કરી દીધું છે.
Update your KYC for TV Cable, Operators may shut your service after 31 January 

શું છે નિયમ
સરકારના નિયમ અનુસાર, હવે ટીવી જોવા માટે ગ્રાહકોએ પોતાનું કેવાયસી કરાવવું પડશે. તેમાં આધાર, વોટર આઇડી કાર્ડ કેબલ ઓપરેટર પાસે જમા કરાવવું પડશે. 31 જાન્યુઆરી સુધી કેવાઇસી ન કરાવનાર ગ્રાહકોના સેટ-ટોપ બોક્સ બંધ કરી દેવામાં આવશે. જોકે, 1 ફેબ્રુઆરીથી ટીવી ચેનલ્સ્ના પેક ખરીદીને જ ટીવી જોઇ શકાશે. જો તમે હજુ સુધી પોતાના કેબલ ઓપરેટરથી પેકની જાણકારી લીધી નથી તો જરૂર લો. સાથે જ પોતાનું કેવાઇસી જરૂર અપડેટ કરાવો. 

કેવી અપડેટ કરાવશો KYC
TRAI ના નવા નિયમો અનુસાર, મોટાભાગના કેબલ ઓપરેટર પોતાના ગ્રાહકોના KYC અપડેટ કરાવી રહ્યા છે. તેના માટે બે વસ્તુઓ જરૂરી છે. એટલે કે જો તમે DEN કેબલ ટીવીનું KYC અપડેટ કરાવી રહ્યા છો તો તમારા સેટ-ટોપ બોક્સ પર લખેલો VCNO નંબર આપવો પડશે, સાથે જ પોતાનો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પણ આપવો પડશે. 

શું છે VCNO નંબર
VCNO નંબર એક યૂનિક આઇડેંટિફિકેશન નંબર છે, જે દરેક સેટ-ટોપ બોક્સ પર લખેલો હતો. તેનાથી કેબલ ઓપરેટરને ગ્રાહકની જાણકારી એકઠી કરવામાં સરળતા રહે છે. દરેક બોક્સ પર અલગ-અલગ VCNO નંબર હોય છે. બોક્સની પાછળ્ના ભાગે આ નંબર લખેલો હોય છે. 

ઓનલાઇન અપડેટ કરો પોતાનું કેવાયસી
VCNO નંબર જાણ્યા બાદ તમારે https://caf.denonline.in/ પર જવું પડશે. અહીં VCNO ની સાથે જ પોતાની ડિટેલ્સ ભરવી પડશે. ત્યારબાદ તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP આવશે. ત્યારબાદ તમે પોતાની KYC ડિટેલ્સ ભરી શકશો. તેના માટે કોઇ એક ઓળખપત્રની ડિટેલ્સ અહીં ભરવી પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news