ધાસું ઓફર! માત્ર 101 રૂપિયામાં ઘરે લઈ આવો 15000નો સ્માર્ટફોન! જોરદાર છે Vivoની આ દિવાળી ઓફર

Vivoની ફેસ્ટિવલ ઑફર 7 નવેમ્બર 2021 સુધી ચાલશે. આ ઓફરનો લાભ તમામ મેઈનલાઈન રિટેલ પાર્ટનર્સ, Vivo India ઈ-સ્ટોર અને મુખ્ય ઈ-કોમર્સ વેબસાઈટ પરથી મેળવી શકાય છે.

Updated By: Oct 28, 2021, 04:11 PM IST
ધાસું ઓફર! માત્ર 101 રૂપિયામાં ઘરે લઈ આવો 15000નો સ્માર્ટફોન! જોરદાર છે Vivoની આ દિવાળી ઓફર
તસવીર-Twitter

નવી દિલ્હી: તહેવારોની સિઝન ચાલી રહી છે અને લોકો પોતાના માટે સ્માર્ટફોન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે. જો તમે પણ આ કેટેગરીમાં છો જે તમારા માટે નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો Vivo તમારા માટે એક જબરદસ્ત ઓફર લઈને આવ્યું છે. Vivoની ફેસ્ટિવલ ઑફર 7 નવેમ્બર 2021 સુધી ચાલશે. આ ઓફરનો લાભ તમામ મેઈનલાઈન રિટેલ પાર્ટનર્સ, Vivo India ઈ-સ્ટોર અને મુખ્ય ઈ-કોમર્સ વેબસાઈટ પરથી મેળવી શકાય છે. આ દરમિયાન Vivo તમને માત્ર 101 રૂપિયામાં ફોન ખરીદવાની તક આપી રહ્યું છે. શું તમને વિશ્વાસ આવી રહ્યો નથી, પરંતુ આ એકદમ સાચું છે. તો ચાલો જોઈએ કે તે કેવી રીતે ઓફરનો લાભ મળશે. 

Vivo X અને Vivo V સિરીઝ પર મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ:

જો તમે Vivo X70 સિરીઝ ખરીદો છો અને તમે Citi બેંક, ICICI બેંક, કોટક મહિન્દ્રા બેંક, IDFC ફર્સ્ટ બેંક અને HDB ફાઇનાન્સ કાર્ડથી ચુકવણી કરો છો, તો તમને 10 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જ્યારે, આ સીરીઝ પર વન ટાઇમ રિપ્લેસમેન્ટ ઓફર પણ આપવામાં આવી રહી છે. આ ઑફર Vivo V21 5G(8GB+128GB), Vivo V21 5G(8GB+256GB), V21E 5G(8GB+128GB) પર મેળવી શકાય છે. આ દરમિયાન, જો તમે બજાજ ફાઇનાન્સ દ્વારા કોઈપણ Vivo સ્માર્ટફોન ખરીદો છો જેની કિંમત 15,000 રૂપિયાથી વધુ છે, તો તમને 101 આપીને ફોન ઘરે લાવવાનો મોકો મળશે.

તેના સિવાય Zest Money EMI દ્વારા એક વર્ષની વધારાની વોરંટી આપવામાં આવી રહી છે. આ સાથે જિયોના 10,000 રૂપિયાનો ફાયદો પણ આપવામાં આવી રહ્યો છે. જ્યારે, ફોનને No Cost EMI પર પણ ખરીદી શકાય છે.

Vivo Y અને Vivo V સિરીઝ ઉપર પણ મળી રહ્યું ડિસ્કાઉન્ટ:

V21E 5G(8GB+128GB) અને Vivo Y73 પર વન ટાઇમ રિપ્લેસમેન્ટ ઑફર આપવામાં આવી રહી છે. જ્યારે, જો તમે બજાજ ફાઇનાન્સ દ્વારા રૂ. 15,000 અથવા તેનાથી વધુ કિંમતનો કોઈપણ Vivo સ્માર્ટફોન ખરીદો છો, તો તમને 101 રૂપિયા ચૂકવીને ફોન ઘરે લાવવાની તક મળશે. આ સિવાય ICICI બેંક, Kotak Mahindra Bank, IDFC First Bank અને HDB Finance દ્વારા ફોન ખરીદવા પર 2,500 રૂપિયા સુધીનું કેશબેક આપવામાં આવશે. Zest Money EMI દ્વારા એક વર્ષની વોરંટી પણ આપવામાં આવી રહી છે. આ સિવાય Jioના 10,000 રૂપિયાના ફાયદા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ફોનને નો કોસ્ટ EMI પર પણ ખરીદી શકાય છે.