WhatsApp ના રંગ-રૂપમાં આવશે પરિવર્તન! મેસેજ અને કોલિંગના અંદાજમાં થશે આ ફેરફાર
વોટ્સએપને રીડિઝાઇન કરવામાં આવશે. તેને લઈને ઘણા પ્રકારના રિપોર્ટ સામે આવી રહ્યાં છે. ચાલો આ વિશે તમને વિસ્તારથી જણાવીએ...
Trending Photos
નવી દિલ્હીઃ WhatsApp પોતાની ડિઝાઇનમાં ફેરફાર કરવાની તૈયારીમાં છે. ઓનલાઇન રિપોર્ટ પ્રમાણે મેટા WhatsApp ને રીડિઝાઇન કરવા જઈ રહ્યું છે. WABetaInfo ના રિપોર્ટ પ્રમાણે વોટ્સએપના ઇન્ટરફેસમાં ફેરફાર થશે, જેનાથી યૂજર્સ માટે ચેટિંગ, કોલિંગ અને કમ્યુનિટીઝ જેવા ફીચરનું એક્સેસ સરળ થઈ જશે.
વોટ્સએપમાં જોવા મળશે આ ફેરફાર
રિપોર્ટ પ્રમાણે તો કંપની એક બોટમ નેવિગેશન બાર પર કામ કરી રહી છે. જેને વોટ્સએપના એન્ડ્રોયડ વર્ઝન માટે લાવવામાં આવી રહ્યું છે. આ બિલકુલ iOS વર્ઝનની જેમ છે. આ બોટમ નેવિગેશન બારથી યૂઝર્સ માટે અલગ-અલગ એપને વચ્ચે નેવિગેટ કરવી સરળ થઈ જશે. નવા ફેરફારમાં ટેબ્સ જેમ ચેટ, કોલ અને કમ્યૂનિટીઝ અને સ્ટેટસને નીચેની તરફ પ્લેસ કરી શકાય છે. તેમ માનવામાં આવી રહ્યું છે કે તેનાથી યૂઝર્સ માટે વોટ્સએપના અલગ-અલદ સેક્શનમાં મૂવ કરવું પહેલાના મુકાબલે સરળ થઈ જશે. વર્તમાન સમયમાં આ બધા ટેબ વોટ્સએપના ઉપરના ભાગ પર આપવામાં આવે છે.
ઇન્ટરફેસમાં થશે આ ફેરફાર
હકીકતમાં આ દિવસોમાં ઘણા લોકો મોટી સ્ક્રીનવાળા સ્માર્ટફોન પર વોટ્સએપનો ઉપયોગ કરે છે, જેનાથી એક ટેબથી બીજી ટેબને સ્વિચ કરવી મુશ્કેલ થઈ જાય છે. રિપોર્ટ પ્રમાણે આ ફીચરની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી હતી, જેને ફાઇનલી વોટ્સએપ તરફથી રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે. વોટ્સએપના ઈન્ટરફેસમાં ફેરફારને લઈને ઘણા સ્ક્રીન શોટ જારી કરવામાં આવ્યા છે.
રોલઆઉટ થયું ચેટ હાઇડ ફીચર
નોંધનીય છે કે હાલમાં WhatsApp તરફથી ચેટ હાઇડ ફીચરને રોલઆઉટ કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યૂઝર્સ કોઈ પર્સનલ ચેટને હાઇડ કરી શકે છે. હાઇડ ચેટની મીડિયા ફાઇલ તમારી ગેલેરીમાં સ્ટોર થશે નહીં. તેવામાં કોઈપણ વ્યક્તિ તમારી પર્સનલ ચેટ અને ફાઇલને એક્સેસ કરી શકશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે