આ મહિનાના અંત સુધી લૉન્ચ થઈ શકે છે ભારતમાં WhatsApp Pay


ઘણા સમયથી વોટ્સએપ પે ભારતમાં લોન્ચ થવામાં ઘણી અડચણો આવી રહી હતી, પરંતુ હવે લાગી રહ્યું છે કે તેને ભારતમાં જલદી લોન્ચ કરવામાં આવશે.

આ મહિનાના અંત સુધી લૉન્ચ થઈ શકે છે ભારતમાં WhatsApp Pay

નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લા બે વર્ષથી WhatsApp Pay Beta ઉપલબ્ધ છે, પરંતુ તેને સત્તાવાર લોન્ચ કરવામાં આવ્યું નથી. કારણ તે છે કે તેને ભારતમાં હજુ કેટલિક મંજૂરી મળવાની બાકી છે. રિપોર્ટ પ્રમાણે આ મહિનાના અંત સુધીમાં WhatsApp Pay લોન્ચ થઈ શકે છે.

આ પહેલા સમાચાર આવ્યા હતા કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે NPCI એ WhatsApp Payને ભારતમાં લોન્ચ કરવાની મંજૂરી આપી દીધી છે અને તેને ઘણા તબક્કામાં લોન્ચ કરવામાં આવશે. 

મની કંટ્રોલના એક રિપોર્ટમાં વોટ્સએપના આ ડેવલોપમેન્ટ પર નજર રાખનાર બે બેન્કરના હવાલાથી એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે WhatsApp Pay આ મહિનાના અંતમાં લાઇવ થઈ જશે. 

વોટ્સએપે તેના માટે ભારતની ટોપ-3 બેન્કોની સાથે ભાગીદારી કરી છે. તેમાં આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક અને એચડીએફસી બેન્ક સામેલ છે. રિપોર્ટ પ્રમાણે પ્રથમ તબક્કા માટે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા તૈયાર નથી. 

તમારા ઘરે ભલે નેટવર્ક આવે કે ન આવે, પણ માઉન્ટ એવરેસ્ટ પર પહોંચી ગયું 5G સિગ્નલ

મની કંટ્રોલને વોટ્સએપના એક પ્રવક્તાએ કહ્યું છે. અમે સરકારની સાથે સતત WhatsApp Payment તમામ યૂઝરોને આપવા માટે મળીને કામ કરી રહ્યાં છીએ. વોટ્સએપ પર પેમેન્ટ ભારતમાં કોવિડ 19ના સમય 400 મિલિયન યૂઝરોને સેફ ટ્રાન્ઝેક્શનમાં મદદ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં વોટ્સએપની પેરેન્ટ કંપની ફેસબુકે ભારતીય ટેલીકોમ કંપની રિયાલન્સ જીયોમાં રોકાણ કર્યું છે. ત્યારબાદ તે આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે વોટ્સએપ અને જીયો મળીને સુપર એપ લોન્ચ કરી શકે છે જેમાં પેમેન્ટનો પણ વિકલ્પ હશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news