iPhone SE ખરીદવાની શાનદાર તક, મળી રહ્યું છે 10 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ
જો તમારે પણ સ્માર્ટફોન લેવાની ઈચ્છા હોય તો ફ્લિપકાર્ડ પર શરૂ થયેલા સેલમાં તમે ડિસ્કાઉન્ટ સાથે તમામ ફોનની ખરીદી કરી શકો છો. સાથે એક્સચેન્જ ઓફર અને આ બેન્કના કાર્ડ પર વધારાનો લાભ પણ મળશે.
Trending Photos
નવી દિલ્હીઃ Flipkartએ પોતાના પ્લેટફોર્મ પર નવા ઇલેક્ટ્રોનિક્સ 2020 સેલનું આયોજન કર્યું છે. આ દરમિયાન કંપની અનેક સ્માર્ટફોન્સ પર ડીલ્સ અને ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ સેલ આજે એટલે કે 26 ડિસેમ્બરથી શરૂ થયો છે અને 28 ડિસેમ્બર સુધી ચાલશે. સેલ દરમિયાન ICICI બેન્ક કાર્ડહોલ્ડરોને 10 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે. સાથે ગ્રાહકોને નો-કોસ્ટ EMI ઓપ્શન અને એક્સચેન્જ ઓફર્સનો લાભ મળશે. અહીં સેલમાં iPhone SE 2020 પર 10,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
ફ્લિપકાર્ટ ઇલેક્ટ્રોનિક્સ સેલમાં iPhone SE 2020ના 64GB મોડલને 32999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ વર્ષની શરૂાતમાં તેને 42500 રૂપિયામાં ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. એટલે કે ફ્લિપકાર્ટ પર આ સ્માર્ટફોન પર 9501 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સાથે અહીં એક્સચેન્જ ઓફર હેઠળ 13200 રૂપિયા સુધીની છૂટ આપવામાં આવી રહી છે.
Realme X3 SuperZoom ની વાત કરીએ તો આ 4જી ડિવાઇસ છે. તેને 27,999 રૂપિયાની જગ્યાએ 23,999 રૂપિયામાં સેલમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. એટલે કે તેમાં 4,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
iPhone 11 Pro ના 64GB મોડલનું વેચાણ સેલમાં 79999 રૂપિયામાં થઈ રહ્યું છે. એક્સચેન્જ ઓફર હેઠળ તેના પર 13200 રૂપિયા સુધીની છૂટ આપવામાં આવી રહી છે.
Realme 6નું વેચાણ ફ્લિપકાર્ટ સેલમાં 11999 રૂપિયાની શરૂઆતી કિંમત અને Galaxy Note 10+ 54,999 રૂપિયાની શરૂઆતી કિંમત પર મળી રહ્યો છે.
આ રીતે સેલમાં Poco X3ને 15999 રૂપિયાની શરૂઆતી કિંમતમાં Poco C3ને 9999 રૂપિયાની શરૂઆતી કિંમતમાં, oco X2ને 14999 રૂપિયાની શરૂઆતી કિંમતમાં અને Poco M2 Proને 12999 રૂપિયાની શરૂઆતી કિંમતમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે