હવે ગ્રુપમાંથી ચુપચાપ એક્ઝિટ થઈ શકશે યૂઝર્સ, વોટ્સએપ લાવી રહ્યું છે દમદાર ફીચર્સ

WhatsApp update: યૂઝર્સનો અનુભવ શાનદાર બનાવવા માટે મેસેજિંગ એપ વોટ્સએપ એક બાદ એક નવા ફીચર્સ લાવી રહ્યું છે. 

હવે ગ્રુપમાંથી ચુપચાપ એક્ઝિટ થઈ શકશે યૂઝર્સ, વોટ્સએપ લાવી રહ્યું છે દમદાર ફીચર્સ

નવી દિલ્હીઃ વિશ્વભરમાં કરોડો લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે. મેસેજિંગ એપ વોટ્સએપ પોતાના યૂઝર્સ માટે વધુ એક દમદાર ફીચર લાવી રહી છે. તેની મદદથી યૂઝર્સ ચુપ-ચાપ વોટ્સએપ ગ્રુપમાંથી એક્ઝિટ થઈ શકશે. હાલમાં આ ફીચર પર કામ ચાલી રહ્યું છે, જેને બીટા ટેસ્ટર્સ માટે હજુ રોલઆઉટ કરી શકાશે નહીં.

ગ્રુપ એડમિનને મળશે જાણકારી
વોટ્સએપને ટ્રેક કરનારી WABetainfo વેબસાઇટના રિપોર્ટ પ્રમાણે જો યૂઝર્સ ગ્રુપ ચેટથી એક્ઝિટ કરવા ઈચ્છે છે તો તેનું નોટિફિકેશન જશે નહીં. પરંતુ આ ફીચર આવ્યા બાદ ગ્રુપ એક્ઝિટ કોણ કરી રહ્યું છે, તે વાતની જાણકારી માત્ર ગ્રુપ એડમિનને રહેશે, ન બીજા કોઈને. 

આ યૂઝર્સો માટે થશે રોલઆઉટ
હાલ કોઈ યૂઝર્સ ગ્રુપમાંથી એક્ઝિટ કરે છે તો વોટ્સએપ સિસ્ટમ મેસેજ દ્વારા તમામ પાર્ટીસિપેન્ટ્સને જાણકારી આપે છે કે તમે ગ્રુપ છોડી દીધુ છે. આ ફીચર આવનારા દિવસોમાં કંપની એન્ડ્રોયડ અને આઈઓએસ બંને માટે રોલઆઉટ કરશે. રિપોર્ટ પ્રમાણે આ સમયે ફીચર WhatsApp Desktop Beta ના ડેવલોપમેન્ટ પ્રોસેસમાં છે. તેને જલદી યૂઝર્સ માટે રોલઆઉટ કરી દેવામાં આવશે. 

જલદી ગ્રુપમાં સામેલ થઈ શકશે 512 લોકો
હાલમાં પોપ્યુલર મેસેજિંગ પ્લેટફોર્મે ઘણા ફીચર્સની જાહેરાત કરી હતી. તેમાં ઈમોજી રિએક્શન, મોટી ફાઇલ્સને સેન્ડ કરવાનું ફીચર સામેલ હતું. તો કંપનીએ કહ્યું કે હવે ગ્રુપમાં એક સાથે 512 લોકોને એડ કરી શકાશે. મહત્વનું છે કે વર્તમાનમાં વોટ્સએપ ગ્રુપમાં માત્ર 256 લોકો સામેલ થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news